Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ ડાન્સનો વિડીયો થયો વાયરલ

06:36 PM Mar 01, 2024 | Harsh Bhatt

MUKESH AMBANI & NITA AMBANI VIDEO VIRAL : ગુજરાતના જામનગરમાં દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓનો મેળાવડો થયો છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઇવેન્ટનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણી આજથી શરૂ થઈ છે અને 3 માર્ચ સુધી ચાલશે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેને અનંત અંબાણી અને રાધિકા અંબાણીના પ્રી વેડિંગ ઈવેન્ટની રીહર્સલનો માનવામાં આવી રહ્યો છે. જો કે આ વાતની હજી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ ગીત ઉપર ડાન્સનો વિડીયો વાયરલ 

આજે સોશિયલ મીડિયા ઉપર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ડાન્સ રિહર્સલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પરફોર્મન્સની તૈયારી કરતા જોઈ શકાય છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, બંને રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી 420’ના પ્રખ્યાત ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ પર લિપ-સિંક કરતા અને ડાન્સ કરી રહ્યા છે.

આ દરમિયાન નીતા અંબાણી સાડી પહેરેલી જોવા મળી શકે છે. આ સમય દરમિયાન, બંને એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને સાથે કેટલીક રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળે છે.

આ શાહી લગ્નમાં થયો 1000 કરોડનો ખર્ચ 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઈવેન્ટમાં ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી ખાસ ખાસ મહેમાનો હાજર રહેવાના છે. આ ખાસ મહેમાનોના આવકાર માટે અંબાણી પરિવારે મહેમાનો માટે શાહી વ્યવસ્થા કરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની આ આખી ઉજવણી ગુજરાતના જામનગરમાં અંબાણીના ઘરે 3,000 એકરમાં ફેલાયેલા બગીચામાં થશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ત્રણ દિવસનો ભવ્ય પ્રી વેડિંગ ઈવેન્ટ 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બીજા દિવસને ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે.  ત્યારે ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે

આ પણ વાંચો — Girnar Wall Painting: મહાશિવરાત્રીના મહાપર્વ પર પ્લાસ્ટિક જાગૃતિ માટે ભીત ચિત્ર સ્પર્ધાનું કરાયું આયોજન