+

સિવિલમાં થેલેસેમિયા વેલનેસ સેન્ટર માટે થયા MoU

જૂનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયા વેલનેસ સેન્ટર સ્થાપવા માટેના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર નો કાર્યક્રમ યોજાયો હતો, જૂનાગઢ સિવિલ અને આરએએફ ગ્લોબલ સંસ્થા વચ્ચે આ એમઓયુ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલમાં થેલેસેમિયા વોર્ડ કાર્યરત છે પરંતુ હવે આ એમઓયુ થવાથી અહીંયા થેલેસેમિયા વેલનેસ સેન્ટર પણ કાર્યરત થશે, સુવિધાઓ વધશે અને એક હોસ્પીટલ નહીં પરંતુ એક સુંદર વાતાવરણનું પàª
જૂનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયા વેલનેસ સેન્ટર સ્થાપવા માટેના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર નો કાર્યક્રમ યોજાયો હતો, જૂનાગઢ સિવિલ અને આરએએફ ગ્લોબલ સંસ્થા વચ્ચે આ એમઓયુ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલમાં થેલેસેમિયા વોર્ડ કાર્યરત છે પરંતુ હવે આ એમઓયુ થવાથી અહીંયા થેલેસેમિયા વેલનેસ સેન્ટર પણ કાર્યરત થશે, સુવિધાઓ વધશે અને એક હોસ્પીટલ નહીં પરંતુ એક સુંદર વાતાવરણનું પણ નિર્માણ થશે.
જૂનાગઢ સિવિલમાં કાર્યરત થનાર થેલેસેમિયા વેલનેસ સેન્ટરમાં 10 પથારીઓ, 20 બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટેન્ડ તથા બાળ દર્દીઓની ઉંમર ને અનુરૂપ રમત ગમતના સાધનો અને પુસ્તકાલય પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં આસપાસના જીલ્લામાંથી પણ થેલેસેમિયાના દર્દીઓ સારવાર માટે આવે છે જૂનાગઢ સિવિલમાં દર મહિને અંદાજે 200 થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં બાળ દર્દીઓની સંખ્યા વધુ હોય છે અને એક બાળકને જ્યારે તે સારવાર લઈ રહ્યો હોય ત્યારે એક હોસ્પીટલ નહીં પરંતુ તેના મનને ગમે તેવું મનોરંજક વાતાવરણ મળી રહે જેથી તેને સારવારની પીડામાં રાહત મળે તેવા હેતુથી જ્યારે તેની સારવાર ચાલતી હોય ત્યારે તેના મનોરંજન માટેના પુરતા સાધનો અને સાનુકુળ વાતાવરણ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા જેનો લાભ આવનાર દર્દીઓને મળશે.
થેલેસેમિયા એ રક્ત સંબંધિત, આનુવંશિક ડિસઓર્ડર છે, જેમાં દર્દીનું શરીર પૂરતા પ્રમાણમાં લાલ રક્ત કણો ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે, તેથી જીવંત રહેવા માટે વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન ની જરૂર પડે છે. બીટા થેલેસેમિયા ભારતમાં નોંધપાત્ર સ્વાસ્થ્ય બોજ છે. આપણી 1.38 અબજ લોકોની વૈવિધ્યસભર વસ્તીમાં, બીટા થેલેસેમિયાના 3 કરોડ 50 લાખથી 4 કરોડ 50 લાખ વાહકો છે. દર વર્ષે અંદાજે 8,000 થી 10,000 થેલેસેમિયા મેજર દર્દી જન્મી રહ્યાં છે. આ રોગ બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને ચૂપચાપ મારી રહ્યો છે, કારણ કે અત્યંત ઓછી જાગૃતિ, રોગ ની નબળી તપાસ, સેવા સુધી પહોંચવા માટેની પહેલ નો અભાવ, અને ભારતમાં રોગ ના પ્રસાર વિશે યોગ્ય રેકોર્ડનો અભાવ છે. 
આંતરરાષ્ટ્રીય સંસ્થા આરએએફ ગ્લોબલ એ જૂનાગઢ અને નજીકના જીલ્લાઓમાં થેલેસેમિયાનો મુદ્દો હાથ ધરવાના પ્રથમ પગલા તરીકે થેલેસેમિયા વેલનેસ સેન્ટર ની સ્થાપના કરવા માટે ‘જૂનાગઢ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે. આરએએફ ગ્લોબલ એ એક ખાનગી, બિન સાંપ્રદાયિક, બિન નફાકારક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે મુખ્યત્વે આફ્રિકા અને એશિયામાં પસંદગીના દેશોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. 2015 થી કાર્યરત, આરએએફ ગ્લોબલ ભારતમાં ભારતીય કંપની અધિનિયમ, 2013 ની કલમ 8 હેઠળ નોંધાયેલ છે. ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ રાજ્યમાં લાંબા ગાળાના હસ્તક્ષેપ સાથે, તે બહુ ક્ષેત્રીય કાર્યક્રમો દ્વારા છ લાખથી વધુ લોકો સુધી પહોંચે છે. 

 અગ્નિશામક સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે
24 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય સંસ્થા આરએએફ ગ્લોબલ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) સુજીત સરકાર અને ‘જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નયના લકુમે થેલેસેમિયા વેલનેસ સેન્ટર પરના સહયોગ ને લગતા એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. થેલેસેમિયા વેલનેસ સેન્ટરમા 10 પથારી, 20 બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટેન્ડ (વ્હીલ્સ સાથે ફીટ કરેલા), એક નર્સિંગ સ્ટેશન, રાહ જોઈ રહેલા દર્દીઓ અને સંભાળ રાખનાર માટે બેસવાની જગ્યા તથા પુસ્તકાલય, એક ટેલિવિઝન તેમજ બાળ દર્દીઓ માટે તેમની ઉંમર ને અનુરૂપ ઇન્ડોર રમત ના સાધનો અને અગ્નિશામક સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે. રક્ત તબદીલી ( ટ્રાન્સફ્યુઝન ) માં ઘણા કલાકો જતા હોવાથી, દર્દી માટે મૈત્રીપૂર્ણ થેલેસેમિયા વેલનેસ સેન્ટર હોય એ સમયની જરૂરિયાત છે, જ્યાં દર્દી રક્ત તબદીલીની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે વાંચન કરી શકે, ટેલિવિઝન જોઈ શકે અથવા ત્યાં હરીફરીને લાંબા સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે છે.
 દર્દીઓને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળશે 
આ કેન્દ્ર થેલેસેમિયાના દર્દીઓની સારવારને વેગ આપવા માટે તેમજ ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ થયેલા બાળ દર્દીઓ માટે થેલેસેમીયાના જોખમ સામે લડવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. થેલેસેમિયા વેલનેસ સેન્ટર ની સ્થાપનાનો હેતુ જૂનાગઢમાં જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાનો છે, જેથી દર્દીઓને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળે, અને થેલેસેમિયાના દર્દીઓની અસરકારક સારવાર માટે સિવિલ હોસ્પિટલ વધુ સારી રીતે સજ્જ બને, આ આધુનિક સુવિધાઓ સાથે થેલેસેમિયાના જોખમ સામે લડવા માટે લાંબાગાળાની એક અસરકારક વ્યવસ્થા ઊભી થશે.
જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે
વર્ષ 2021 થી આરએએફ ગ્લોબલે મેડિકલ ઓક્સિજન માટેની સિવિલ હોસ્પિટલ ની જરૂરિયાત બાબતે આત્મનિર્ભરતા ઊભી કરવા માટે ગુજરાતની ‘જૂનાગઢ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે. અહીં આરએએફ ગ્લોબલે 960 એલપીએમનો પીએસએ મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપ્યો છે, જેનાથી માર્ચ 2022 થી હોસ્પિટલમાં વધારાની 270 ઓક્સિજનયુક્ત પથારી બનાવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગરીબ દર્દીઓ માટે જીએમઈઆરએસ હોસ્પિટલની જીવનરક્ષક ભૂમિકા ભજવવાની ક્ષમતાને આગામી 15 વર્ષ માટે વધારવામાં આવી છે. 
વેલનેસ સેન્ટર રૂપે આ બીજો મોટો સહયોગ છે.
આરએએફ ગ્લોબલ માટે જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના નિર્ણાયક જીવનરક્ષક માળખાને પ્રોત્સાહન આપવા માટે વેલનેસ સેન્ટર રૂપે આ બીજો મોટો સહયોગ છે. વારંવાર લોહી ચડાવવા માટે હોસ્પિટલની મુલાકાત લેનારા થેલેસેમિયાના દર્દીઓની વેદનાને હળવી કરવાનો આ પ્રયાસ છે. થેલેસેમિયા વેલનેસ સેન્ટર એ આરએએફ ગ્લોબલ દ્વારા ત્રીજા સ્તર ( ટાયર 3 )નાં શહેરોમાં જીલ્લા સ્તરે જાહેર આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલી ને મજબૂત કરવા માટેની વિસ્તૃત પ્રતિબદ્ધતા છે.આ સેન્ટરમાં સ્થાનિક શહેરોના અસરગ્રસ્ત દર્દીઓ સ્થાનિક સ્તરે જ અસરકારક તબીબી સારવાર મેળવી શકે છે.
ગુજરાતમાં રોટરી ક્લબ અને રેડ ક્રોસ સોસાયટી સાથે કામ કરે છે.
ભારતમાં આરએએફ ગ્લોબલ,ગરીબ સમુદાયો માટે આરોગ્ય સંભાળ સેવાઓ સુલભ અને સસ્તી બનાવવા માટે, જીલ્લા સ્તરની હોસ્પિટલ થી માંડીને સૌથી નીચા સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( પીએચસી ) સાથે મળીને કામ કરે છે. ભારતમાં આરએએફ ગ્લોબલે ભારતના દૂરના વિસ્તારોમાં થી કેન્સર અને રક્તપિત્ત ના દર્દીઓને ટેકો આપવા માટે સક્રિય પહેલ કરી છે. ગુજરાતમાં, છેલ્લાં ઘણાં વર્ષોથી, આરએએફ ગ્લોબલે સ્વૈચ્છિક રક્તદાતાઓને એકત્ર કર્યા છે અને થેલેસેમિયા જેવા રોગથી પીડાતા દર્દીઓ અને શસ્ત્રક્રિયાઓ કરાવતા દર્દીઓ માટે સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવ્યું છે. ફાઉન્ડેશન બ્લડ બેંકના વ્યાપક નેટવર્કને સમર્થન આપે છે અને ગુજરાતમાં રોટરી ક્લબ અને રેડ ક્રોસ સોસાયટી સાથે કામ કરે છે. 
આરએએફ ગ્લોબલે, કોવિડ 19 મહામારીની બીજી લહેર દરમ્યાન પણ જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના, માંગરોળ અને કેશોદ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ( સીએચસી )ને ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન કોન્સન્ટ્રેટર તથા અન્ય તબીબી સાધનો પૂરાં પાડીને સહયોગ પૂરો પાડ્યો હતો.આ ઉપરાંત ભારતમાં આરએએફ ગ્લોબલે તેના ભૌગોલિક રીતે નિર્ધારિત રાજ્યોમાં આરોગ્ય સંભાળ,પોષણ, શિક્ષણ, ટકાઉ આજીવિકા અને સુશાસન જેવા મુખ્ય ક્ષેત્રોની આસપાસ લાંબા ગાળાનું પદ્ધતિસરનું રોકાણ કર્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter