+

યુવરાજ સિંહને માતાએ બતાવ્યો ઘરની બહારનો રસ્તો, જાણો એવું શું કર્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરીને હેડલાઇન્સ બનાવે છે. યુવરાજ તેના ચાહકોનું મનોરંજન કરવા માટે વાયરલ ઈન્સ્ટાગ્રામ ટ્રેન્ડ અને ડાન્સ ચેલેન્જમાં ભાગ લેવાનું પણ પસંદ કરે છે. પરંતુ તાજેતરમાં યુવીનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તેને તેની માતા ઘરમાંથી બહાર કાઢે છે. તેની સાથે તેનો ભાઈ જોરાવર સ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરીને હેડલાઇન્સ બનાવે છે. યુવરાજ તેના ચાહકોનું મનોરંજન કરવા માટે વાયરલ ઈન્સ્ટાગ્રામ ટ્રેન્ડ અને ડાન્સ ચેલેન્જમાં ભાગ લેવાનું પણ પસંદ કરે છે. પરંતુ તાજેતરમાં યુવીનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તેને તેની માતા ઘરમાંથી બહાર કાઢે છે. તેની સાથે તેનો ભાઈ જોરાવર સિંહ પણ જોવા મળી રહ્યો છે. યુવીએ હાલમાં જ આ વીડિયો પોસ્ટ કર્યો છે.  
યુવરાજ સિંહના માતા ગુસ્સામાં જોવા મળ્યા 
આ વીડિયોમાં યુવરાજની સાથે તેની માતા શબનમ અને ભાઈ જોરાવર સિંહ પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં યુવરાજ, ઝોરાવર અને તેમની માતાએ એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડને ફોલો કર્યો છે જેમાં એક વ્યક્તિ કોઈ રમુજી કારણસર બીજા વ્યક્તિને ઘરની બહાર ફેંકી દે છે. સોશિયલ મીડિયાના આ ફેમસ ટ્રેન્ડને પગલે યુવીની માતાએ તેના બંને પુત્રોને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. યુવરાજે તેની પાછળનું કારણ જણાવ્યું, ‘કંઈ નહીં ભાઈ, માતાએ શાકભાજી ખરીદવા મોકલ્યા હતા અને ધાણાને બદલે ફુદીનો લાવ્યા હતા.’ આ વીડિયોમાં એક તરફ યુવરાજ સિંહ હસતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તેની માતા શબનમ ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. 
યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ
આ વીડિયો પર ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે. એક પ્રશંસકે કોમેન્ટ કરતાં લખ્યું, યુવી પાજી પણ એક મહાન કલાકાર છે. અન્ય યુઝરે લખ્યું, આ ખોટી વાત છે, શાકભાજી લાવવાની હતી. અન્ય એક યુઝરે લખ્યું કે, ખોટુ તો એ છે કે માતાએ તમને બંનેને એક સાથે ધનીયા લાવવા મોકલ્યા હતા? બીજા એક યુઝરે લખ્યું કે, મને કહો કે કોણ સ્કૂલની બેગમાં શાકભાજી લાવે છે.
જાણો શું હતો સમગ્ર મામલો
આ વીડિયોમાં યુવરાજની માતા તેમના બંને પુત્રોને ઘરની બહાર લઈ જતા જોવા મળી રહ્યા છે. તેની પાછળનું કારણ જણાવતાં યુવરાજે લખ્યું કે કંઈ નહીં ભાઈ, માતાએ અમને શાકભાજી ખરીદવા મોકલ્યા હતા અને ધાણાને બદલે ફુદીનો લાવ્યા. આ વીડિયો સાથે કેપ્શન આપીને યુવરાજે ફેન્સ પાસેથી સલાહ પણ માંગી છે. યુવરાજે કેપ્શનમાં લખ્યું છે કે શું અમે કંઈ ખોટું કર્યું છે? યુવરાજનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
યુવરાજ વર્લ્ડ કપ 2011 નો રહ્યો હતો હીરો
યુવરાજે ભારતની 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2011ના વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. યુવરાજે ભારત માટે અનુક્રમે 40 ટેસ્ટ, 301 ODI અને 58 T20 રમી હતી. યુવીના નામે ટેસ્ટમાં 1900 રન અને નવ વિકેટ છે. વળી, તેણે વનડેમાં 8701 રન બનાવ્યા અને 111 વિકેટ લીધી. T20માં ડાબોડી બેટ્સમેને 1177 રન બનાવ્યા છે અને 28 વિકેટ લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter