+

GONDAL : મોરુકાના યુવાને ગોંડલ ગેસ્ટ હાઉસમાં ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી, પ્રેમ સંબધ કારણભૂત

ગોંડલના બસસ્ટેન્ડ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં તાલાલા તાલુકાના મોરુકા રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા પોલીસ દોડી ગઈ હતી. ગળાફાંસો ખાધા પહેલા યુવાને તેના ભાઇને મોબાઇલમાં મેસેજ કરી જાણ કરી…

ગોંડલના બસસ્ટેન્ડ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં તાલાલા તાલુકાના મોરુકા રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા પોલીસ દોડી ગઈ હતી. ગળાફાંસો ખાધા પહેલા યુવાને તેના ભાઇને મોબાઇલમાં મેસેજ કરી જાણ કરી હોય ભાઇ એ તુરંત પોલીસને જાણ કરતા પોલીસ ગેસ્ટ હાઉસ દોડી ગઇ હતી. પરંતુ એ પહેલા યુવાન મોત મીઠું કરી ચુક્યો હતો.પોલીસે પ્રેમ સંબધમાં નિષ્ફળતાનું પ્રાથમીક તારણ કાઢી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ તલાલાના મોરુકા પ્લોટ વિસ્તારમાં રહેતા રાહુલકુમાર દેવાભાઇ વાળા ઉ.૨૮ એ ગત સાંજે ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલા  ગેસ્ટ હાઉસના રુમ નં.૧૦૯ માં પંખા સાથે લટકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા કરતા પહેલા રાહુલે તેના ભાઈને મોબાઇલમાં ગળાફાંસો ખાઈ રહ્યાની જાણ કરતો મેસેજ કર્યો હોય તેના ભાઈ એ તુરંત રાજકોટ કંટ્રોલ રુમને જાણ કરતા કંટ્રોલ રૃમ દ્વારા ગોંડલ પોલીસને જાણ કરાઇ હોય પોલીસ ગેસ્ટ હાઉસ દોડી ગઇ હતી.પરંતુ એ પહેલા રાહુલે જીવન લીલા સંકેલી લીધી હોય પોલીસે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી પરીવારને બનાવની જાણ કરતા તેના મામા સહિતનો પરીવાર ગોંડલ દોડી આવ્યો હતો.

પોલીસ સુત્રોનાં જણાવ્યાં મુજબ રાહુલ હોંશીયાર હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતો હતો.એક વર્ષ પહેલા અકસ્માત થયો હોય પગમાં થયેલી ગંભીર ઇજાઓને કારણે પથારીવસ હાલતમાં હતો. રાહુલે ભાઇને કરેલા મેસેજમાં મમ્મી પપ્પાનું ધ્યાન રાખવા તથા શાંતિથી રહેવા જણાવ્યુ હતું.તેના મામાને પણ કુટુંબનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. વધુમાં કોઈ યુવતીને ઉદેશીને તું મારો પ્રેમ હતી પણ તે મને સાચવ્યો નહી તેવું લખ્યુ હતું. આમ જીવન અને ખાસ કરીને પ્રેમમાં નિષ્ફળતાને કારણે ગળાફાંસો ખાઈ લીધાના તારણ સાથે એ ડીવીઝન પોલીસના મહાવીરભાઇ બોરીચાએ તપાસ હાથ ધરી છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : BHARUCH : કરોડોના ખર્ચે નિર્માણ પામેલું માતરીયા તળાવમાં જામ્યું લીલનું સામ્રાજ્ય

 

 

 

 

Whatsapp share
facebook twitter