+

ભુજ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજનાં અઢી લાખથી વધુ લોકો પ્રસાદ ગ્રહ કર્યો

અહેવાલ- કૌશિક છાયા,ક્ચ્છ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની બદ્રીકાશ્રમ ખાતે ભવ્ય અને દિવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં દરરોજ અઢી લાખથી પણ વધુ દેશ-વિદેશના લોકો…

અહેવાલ- કૌશિક છાયા,ક્ચ્છ

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની બદ્રીકાશ્રમ ખાતે ભવ્ય અને દિવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં દરરોજ અઢી લાખથી પણ વધુ દેશ-વિદેશના લોકો દર્શન અને કથા શ્રવણનો લાભ લેવાની સાથે સાથે પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજીત 17.50 લાખથી પણ વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરી ચૂક્યા છે. આશ્ચર્યની વાત એછેકે, મહોત્સવનાં નવ દિવસ દરમિયાન કચ્છની જનસંખ્યા કરતાં પણ વધુ લોકો પ્રસાદનો લાભ લેશે તેવું શાસ્ત્રીસ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

Image preview

વધુમાં તેમણે આટલી મોટી સંખ્યામાં મહોત્સવ માણવા માટે પધારતાં દેશ-વિદેશના લોકોને પ્રસાદ ગ્રહણ કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા સુચારૂપ રૂપ, સૂઝબૂઝથી કરવામાં આવી છે. લોકોની ભીડ ન થાય, અગવડતા ન પડે તે માટે બદ્રીકાશ્રમ ખાતે જ 18-18 મોટા મોટા ડોમ બાંધવામાં આવ્યા છે, જેમાં પીસરવાની વ્યવસ્થા અને રસોઇ બનાવવાથી લઇને તેને લગતી સેવામાં 20 હજારથી પણ વધુ સ્વયંમસેવકો જાેડાયા છે. ત્યારે આ સ્વયંમ સેવકોની સેવાને નિહાળવા તથા આશીર્વાદ આપવા ખુદ સદગુરુ મહંત સ્વામી આદિ વડીલ સંતો રસોડા વિભાગમાં પહોંચ્યા હતા. ત્યારે દિવ્ય માહોલના દર્શન થયા હતા.

Image preview

આટલા મોટા પ્રસંગો થતાં હોય એટલે ક્યાકને ક્યાક એવું જણાય કે, ડીશ, ગ્લાસ સહિતનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે તેના નિકાલનું શું ? અને તેને કારણે પર્યાવરણ પણ પ્રદૂષિત થાય. આ બાબતને ધ્યાને લઇને ભુજ મંદિરનાં સદ્‌ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસજીએ એવો નિર્ણય કર્યો કે, આપણે વર્ષો પહેલા જે પતરાવાળી વાપરતા હતા એજ પતરાવાળી ઉપયોગ આ મહોત્સવ દરમ્યાન કરવામાં આવે. જેને કારણે આ ડીસો, ગ્લાસનું રિસાયક્લિંગ કરીને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય.

Image preview

જેને ધ્યાને લઇને સંતોએ કટક બાજુ નજર દોડાવી હતી, અને ત્યાથી જેટલા જેટલા લોકો પતરાવાળી બનાવતા હતાં તે તમામ લોકોને હાલના સમયને ધ્યાને લઇને પતરાવાળી મોડીફાઇ કરીને ડીશ ટાઇપ બનાવરાવામાં આવી હતી, જેને ઉપયોગ મહોત્સવ દરમિયાન ભોજન પ્રસાદમાં કરવામાં આવી રહ્યો છે. પરિણામે મહોત્સવ દરમ્યાન ક્યાંય પણ પર્યાવરણ કે વાતાવરણતો પ્રદુષિત થતું નથી સાથોસાથ તેનું રિસાયક્લિંગ કરીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે ભગવાન પણ રાજી થાય, દેશ પણ વિકાસશીલ બને અને પંચભૂત શુદ્ધ થાય. આવી ભાવનાથી આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

આપણ  વાંચો- તોડકાંડમાં યુવરાજસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાશે, AAP પાર્ટી આવેદનપત્ર આપશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter