+

ઉનાથી કચ્છ મા આશાપુરાના મઢ સુધીની પદયાત્રાનો પ્રારંભ, 45થી વધુ યુવાનો જોડાયા

અહેવાલઃ ભાવેશ ઠાકર, ગીર-સોમનાથ  ઉનાના મા શક્તિ ગ્રૃપના યુવાનો છેલ્લા 18 વર્ષથી ઉનાથી કચ્છ મા આશાપુરાના મઢ સુધીની પદયાત્રા યોજે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પદયાત્રાનો આજથી…

અહેવાલઃ ભાવેશ ઠાકર, ગીર-સોમનાથ 

ઉનાના મા શક્તિ ગ્રૃપના યુવાનો છેલ્લા 18 વર્ષથી ઉનાથી કચ્છ મા આશાપુરાના મઢ સુધીની પદયાત્રા યોજે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પદયાત્રાનો આજથી પ્રારંભ કરાયો હતો. આ ગ્રૃપના 45 થી વધું યુવાનો પદયાત્રામાં જોડાયાં છે.

માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા ચા-નાસ્તાની સુવિધા 

અને સવારથી ઉના ત્રિકોણ બાગથી પ્રસ્થાન થઈ એકજ અવાજે જય માતાજીના નાદ સાથે રવાના થયા હતા. બપોરના સમયે ધોકડવા ગામે પહોચ્યા હતા. અને ત્યાં ચા નાસ્તો કરી ફરી પગપાળા નિકળી ગયા હતા. ઉના થી કચ્છ માં આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં જોડાયેલા તમામ યુવાનનોને સૌ કોઇ સેવાભાવી લોકો દ્રારા રસ્તા પર ચા-નાસ્તો ભોજન સહીતની સેવા પુરી પાડવામાં આવી રહી છે.

પ્રથમ નોરતે પહોંચશે કચ્છ મા આશાપુરા માતાજીના મઢ 

આ તમામ ભક્તો નવરાત્રીના પ્રથમ નોરતે કચ્છ મા આશાપુરા માતાજીના મઢ પહોચશે. અને માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવશે.

Whatsapp share
facebook twitter