Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Morbi News: ભાવી પતિ એ કહ્યું, હું જાનને રોકીને રાખીશ તું પરીક્ષા આપીને આવ…

12:19 AM Apr 27, 2024 | Aviraj Bagda

Morbi News: જિંદગીની પરીક્ષામાં તો આગળ જઈને પાસ થવાનું જ છે પણ તે પહેલાં ભણતરની પરીક્ષામાં પાસ પણ થવું છે. તેવું માનતી ખુશાલી આજરોજ લગ્નના પોશાકમાં પી.જી પટેલ કોલેજ પહોંચીને M. COM. ની પરીક્ષા આપી હતી. એક જ દિવસે પરીક્ષા અને લગ્ન હોય ત્યારે બને જવાબદારી ખુશાલીએ નિભાવી હતી.

  • વિદ્યાર્થિની પાનેતર પહેરીને પરીક્ષા દેવા પહોંચી

  • શિક્ષકોના સાથ મળ્યા બાદ પરિવારનો પણ સાથ મળ્યો

  • મહિલાની ઈચ્છાઓને મારવી જોઈએ નહીં

જેમાં પ્રોત્સાહન આપતા યુવતીના ભાવિ પતિએ કહ્યું હતું કે “તું પરીક્ષા આપ જાન હું રોકીને રાખીશ” ત્યારે આ યુગલ વિદ્યાર્થીઓ માટે અને જે પરિવારો છે કે નવવધુઓને અભ્યાસ કરવાથી રોકતા હોય છે. તેવા પરિવારો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે જેઓના આજે લગ્ન હતા. તેની સાથે સાથે M.Com Semester– 4 ની પરીક્ષા પણ હતી. ત્યારે આવી સ્થિતિ વચ્ચે તેઓ પાનેતર પહેરીને પરીક્ષા દેવા પહોંચ્યા હતા અને તમામ લોકો ચોંકી ગયા હતા.

આ પણ વાંચો: Amit Shah in Gujarat : આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ 4 જિલ્લાઓમાં યોજશે વિજય સંકલ્પ સભા

શિક્ષકોના સાથ મળ્યા બાદ પરિવારનો પણ સાથ મળ્યો

સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા આપનાર ખુશાલીબેન આ તકે, જણાવ્યું કે આવી સ્થિતિ વચ્ચે પરીક્ષા આપવા માટે આવવું થોડું મુશ્કેલ હતું. માતા-પિતાએ પણ એક તકે કહીં દીધુ હતું કે લગ્ન જરૂરી છે. પરંતુ ભાવિ પતી અને શિક્ષકોના સાથ મળ્યા બાદ પરિવારનો પણ સાથ મળ્યો હતો. તેમજ તેમના ભાવી પતી રાજ જોષીએ તો જણાવ્યું હતું કે, તું પરીક્ષા આપ હું જાન રોકીને રાખીશ ત્યારે તેઓના આ વલણને કારણે આ બધું શક્ય બન્યું અને આ સાથે બીજા વાલીને વિનંતી કરતા કહ્યું કે દીકરીઓને શિક્ષણ માટે પૂરતો સાથ આપે.

આ પણ વાંચો: Bharuch Protest: ભરૂચના અયોધ્યા નગરમાં ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો ઘરમાં પુરાવા મજબુર

મહિલાની ઈચ્છાઓને મારવી જોઈએ નહીં

આમ ખુશાલીબેન તમામ વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ પરીક્ષા આપનાર યુવતીના ભાવિ પતી રાજ જોષી એ જણાવ્યું હતું કે કોઈ દીકરીને આપણે આપણા ઘરે લઈને આવતાં હોય, તો તેના મનની ઈચ્છાઓને મારવી ન જોઈએ આપણે તેના મન પર હક જતાવી શકતા નથી અને દરેક પરિવારે આ રીતે વર્તવું જોઈએ. તેમજ આ યુવતીને શિક્ષા આપનાર શિક્ષક હેમાંગ ઠાકરએ જણાવ્યું હતું કે અમારી કોલેજની દીકરીએ આ રીતે પરીક્ષા આપીને અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે. દરેક વિદ્યાર્થીઓએ આમાંથી કઈક શીખીને શિક્ષણના મહત્વ વિશે સમજવું જોઈએ.

અહેવાલ: ભાસ્કર જોષી

આ પણ વાંચો: Chhota udepur : ઘર બેઠા મતદાન… બીજા દિવસે આટલા મતદાતાઓ નિભાવી ફરજ