Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MORBI : મોરબી ક્રાઈમ બ્રાંચનો સપાટો, લાખોની કિમતનો વિદેશી દારૂ કર્યો જપ્ત

07:06 PM Apr 06, 2024 | Harsh Bhatt

MORBI LCB : ગુજરાતમાં દારૂબંધી હોવા છત્તા પણ ઘણી જગ્યાઓ ઉપર દારૂની હેરફેર ગેર કાયદેસર રીતે કરવામાં આવતી હોય છે. તેવી જ ઘટના મોરબીમાંથી ( MORBI ) સામે આવી રહી છે. ચૂંટણી પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચે ( MORBI CRIME BRANCH ) સપાટો બોલાવતા 1 કરોડ કરતાં વધુનો દારૂ જપ્ત કર્યો છે. માળીયા મીયાણાના અણીયાળી ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મોરબી ક્રાઈમ બ્રાંચની ( MORBI CRIME BRANCH ) ટીમે પકડી પાડ્યો છે. મોરબી એલસીબી ટીમની ગુનો નોંધવા તજવીજ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ચૂંટણી અનુસંધાને ઠેર ઠેર ચેક પોઇન્ટ છતાં મસમોટા દારૂનો જથ્થો મોરબી સુધી પહોંચી ગયો અને મોરબી એલસીબીએ આગળ જતાં અટકાવ્યો હતો. મોરબી એલસીબીએ અંબાલાથી કચ્છ તરફ જતા ટ્રકમાંથી આ મુદ્દામાલ ઝડપ્યો હતો અને હરિયાણા,રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર થઈને આ દારૂ ગુજરાતમાં લવાયો હતો. આ જંગી મુદ્દામાલમાં 1985 પેટી વિદેશી દારૂ અને 280 પેટી બિયરની ઝડપાઈ હતી. હાલ પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર મોહિન્દરસિંગ રશલસિંગ (રહે.જમ્મુ) વાળાની અટકાયત કરવામાં આવી છે અને અરમેશ બાબુ (રહે.ઉત્તરપ્રદેશ), બિટુ(રહે.પંજાબ) અને અન્ય માલ મંગાવનાર ઈસમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબીએ કુલ 1,07,92,790 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો : S Jaishankar: વિદેશ મંત્રી નો માસ્ટર સ્ટ્રોક, લાઓસમાંથી 17 ભારતીયોને પાછા ભારત લાવવામાં આવ્યા

આ પણ વાંચો : Anand SOG Police: કેમ આણંદમાંથી વારંવાર નકલી માર્કશીટ બનાવી આપતી ગેંગ ઝડપાઈ રહી?