+

MORBI : ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવ્યા વિવાદમાં, ફોન પર ધમકી આપ્યાનો ઓડિયો થયો વાયરલ

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એજ વખત વિવાદમાં આવ્યા છે. આ સમયે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપર દુકાન ખાલી કરાવવા ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્યનો ધમકી આપતા હોય એવો…

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એજ વખત વિવાદમાં આવ્યા છે. આ સમયે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપર દુકાન ખાલી કરાવવા ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્યનો ધમકી આપતા હોય એવો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. જો કે ગુજરાત ફર્સ્ટ ઓડિયો ક્લીપની પુષ્ટિ નથી કરતું. પરંતુ, MLA કાંતિ અમૃતિયા આ ઓડિઓ ક્લિપમાં ભાડે આપેલ દુકાનને  તાત્કાલિક ખાલી કરવા ધમકી આપી રહ્યા છે અને  ખાલી ન કરે તો દુકાનમાં હોલ પાડવાની ધમકી આપી રહ્યા છે. વધુમાં તેઓ દુકાનદાર સાથે વાતચીત દરમિયાન બિભત્સ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

ઓડિઓ ક્લિપ સોશિયલ મીડિયામાં થયો વાયરલ 

ધારાસભ્ય કાંતિ અમૃતિયાના આ કોલનો ઓડિઓ ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. MLA કાંતિ અમૃતિયા સાથે તેમના બે ભત્રીજાઓએ પણ આ દુકાનદારને ધમકી આપી હતી. અને તેમનો ઓડિઓ ક્લિપ પણ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે.

ધારાસભ્યના બે ભત્રીજાઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ 

સમગ્ર બાબત અંગે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભત્રીજા કૌશિક શાંતિલાલ અમૃતિયા અને રાજ ભરતભાઈ અમૃતિયાં વિરુદ્ધ પોલીસ અરજી કરવામાં આવી છે. ફરિયાદી ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરીયાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ધારાસભ્યના ભત્રીજાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 પહેલા પણ થયો હતો વિડીયો વાયરલ 

ઘટના એવી બની હતી કે, મોરબી શહેરમાં વરસાદના કારણે ઉદભવેલી કાદવ કીચડની સમસ્યાને લઈને એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરીને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સંબોધીને કહેવામાં આવ્યું હતું કે ‘જાગો કાનાભાઈ જાગો’. તો તેનો સણસણતો જવાબ આપતો તેમનો વિડિયો પણ ઘણો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે – કાનાભાઈ મોરબીમાં ગુરુવારે આવે છે, અહીંની જે યોજના હોય, કામ હોય તે મંજૂર કરાવવા માટે સોમવારે ગાંધીનગર જાય છે. કાનાભાઈ રાતે 12 વાગ્યે શહેરમાં આંટા મારે છે.  પણ અમુકના પેટમાં તેલ રેડાય છે. કારણ કે અત્યારે મોરબી નગરપાલિકા દ્વારા નાના-મોટા કામ કરવામાં આવી રહ્યા છે. જેમ કે ખાડા બૂરવાના કામ, લાઈટના કામ, ભૂગર્ભ ગટરના કામ, અત્યારે મોટા કામોનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. લગભગ દસમા મહિનાથી મોરબીમાં ન ભૂતો ન ભવિષ્ય એવા કામ થશે. આપણે ખાતમુહૂર્ત નથી કરવા કે કોઈ દેખાવ નથી કરવા. અત્યારે અમે સરકાર, કેન્દ્ર સરકારમાંથી કામ લઈ આવી આખું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો — SURAT BRTS ACCIDENT : કાળમુખી BRTS બસ અકસ્માતમાં પોલીસ દ્વારા બસ ડ્રાઇવરની મનહર ગામીતની કરાઇ ધરપકડ

 

Whatsapp share
facebook twitter