Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Morabi Pollution: એક બાજુ કરોડાના બજેટ અને બીજી બાજુ જિલ્લાઓ ગંદકીથી ભરેલા

03:25 PM Feb 04, 2024 | Aviraj Bagda

Morabi Pollution: તાજેતરમાં જ જાહેર થયેલ બજેટમાં મોરબી સહિત આઠ શહેરોને મહાનગરનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે એક રીતે જોવા જઈએ તો આ શહેરો વિકાસશીલ શહેરોની યાદીમાં આવી ગયા છે.

  • ગંદકીને કારણે ધંધા રોજગાર ભાંગી પડ્યા
  • નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી
  • લોકો પાલિકા સામે વિરોધ પ્રદર્શનની ચીમકી આપી

ગંદકીને કારણે ધંધા રોજગાર ભાંગી પડ્યા

Morabi Pollution

પરંતુ મહાનગર જાહેર કરવામાં આવેલ વિકાસશીલ શહેર પૈકી મોરબીની હકીકત કઈક અલગ જ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ મોરબીમાં ઠેર-ઠેર ગટરનાં ગંદા પાણી, કચરાના ઢગલા, મળ સાથે દુર્ગંધ મારતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેમજ આવી સમસ્યાઓને કારણે ધંધા રોજગાર ભાંગી પડ્યા છે.

નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી

અહીં મૃત પશુઓ પણ લોકો નાખી જાય છે. અગાઉ ભૂતકાળમાં અહી મૃત નવજાત બાળક પણ કોઈ ફેંકી ગયું હતું. આ બાબતે અનેક વખત જિલ્લા કલેકટર અને મોરબી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે. તેમના પર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

લોકોની પાલિકા સામે વિરોધ પ્રદર્શનની ચીમકી આપી

લોકો અકસ્માત અને બીમારીનો ભોગ બની રહ્યા છે. આગામી સમયમાં જો આ બાબતે યોગ્ય નિરાકરણ નહિ આવે તો આ ગટરના પાણી નગરપાલિકામાં ફેંકવામાં આવશે તેવી નાગરિકોએ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મોરબીનાં સ્ટેશન રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે તેમજ રોડ પણ ખૂબ ખરાબ પરિસ્થતિમાં છે.

આ પણ વાંચો: ABSS Program: અખિલ ભારતીય સંત સમિતિએ મહાસંત સંમેલનનું કર્યું આયોજન