Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Modi government Action: યાસીન મલિકની પાર્ટી પર હજી પાંચ વર્ષનો પ્રતિબંધ, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી ચેતવણી

03:41 PM Mar 16, 2024 | VIMAL PRAJAPATI

Modi government Action: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધ લંબાવતા દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે શનિવારે જાહેરાત કરી કે, ‘જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’ પાંચ વર્ષના સમયગાળા માટે ‘ગેરકાયદેસર સંગઠન’ રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા સર્વોત્તમઃ અમિત શાહ

તમણે વધુમાં કહ્યું કે, દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને જે પણ વ્યક્તિ હાની પહોચાડવાનો પ્રયત્ન કરશે તેના કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલય (MHA) એ 2019 માં મલિકના સંગઠન પર આતંકવાદ વિરોધી કાયદો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ, 1967 (UAPA) હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાના થોડા દિવસો પહેલા, સરકારે UAPAની કલમ 3(1) હેઠળ જમાત-એ-ઇસ્લામી (JEI-J&K) પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયમ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી

ઉલ્લેખનીય છે કે, JKLF પર પણ એ જ કલમો હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે કેન્દ્રને સત્તાવાર ગેઝેટમાં સૂચિત કરીને કોઈપણ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવાની સત્તા આપે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અમિત શાહે લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાની નીતિને પગલે, ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પીપલ્સ લીગના ચાર જૂથોની જાહેરાત કરી છે. જે અંતર્ગત જેકેપીએલ, જેકેપીએલ, યાકુબ શેખની આગેવાની હેઠળની જેકેપીએલ અને જેકેપીએલ ‘ગેરકાયદેસર યુનિયન’ તરીકે ઓળખાય છે.

ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી

તમારી જાણકારી ખાતર વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં લિબરેશન ફ્રન્ટના પ્રમુખને 24 મે, 2022ના રોજ ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.ઉલ્લેખનીય છે કે, કાનુની રીતે તે ગુનેગાર સાબિત થયો હતો. જે અંતર્ગત તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતીં. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ વર્ષની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટમાં આજીવન કેદની સજામાંથી મૃત્યુદંડ સુધીની સજાને વધારવા માટે અપીલ દાખલ કરી હતી, જે ગુનાની મહત્તમ સજા છે.

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો
આ પણ વાંચો: અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતાવણી, કહ્યું – POK ભારતનું છે અને ત્યાંના લોકો પણ…
આ પણ વાંચો: PM Modi: વડાપ્રધાન મોદીએ શેર કર્યો વીડિયો, શરૂ કર્યું ‘મેરા ભારત, મેરા પરિવાર’ અભિયાન