+

Big Breaking : મોદી સરકારનો મોટો નિર્ણય, 2000 ની નોટ પાછી ખેંચાશે

મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. RBI દ્વારા બેન્કોને 23 મે થી…

મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. RBI દ્વારા બેન્કોને 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 ની નોટો બદલવાની આપી સુચના. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. RBIએ જાણકારી આપી છે કે, જનતા કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બદલાવી શકશે.

ભારતીય રિઝર્વ બેંકે રૂ. 2000 ની નોટ પર મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, રૂ. 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની કિંમતની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી છાપવામાં આવતી નહતી 2000ની નોટ

મહત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019 થી લઈને 2022 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.

ક્યારે જારી કરવામાં આવી હતી 2000 ની નોટ

નવેમ્બર 2016માં થયેલી નોટબંધી બાદ 2000 રૂપિયાના નોટને રિઝર્વ બેન્કે જારી કરી હતી. 8 નવેમ્બર 2016એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાન બાદ 500 અને 1000 રૂપિયાના તમામ નોટ ચલણમાંથી બહાર થઈ ગયા હતા. આ કરન્સીના બદલે રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી.

Updates…

આ પણ વાંચો : હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત,SCની સમિતિને કોઇ પુરાવા ના મળ્યા

Whatsapp share
facebook twitter