Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MMUA Scheme: Assam માં મહિલા અને બાળકો માટે નવા નિયમો થયા જાહેર

10:59 PM Jan 12, 2024 | Aviraj Bagda

MMUA Scheme: Assam સરકાર રાજ્યના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. Assam સરકાર દ્વારા ગ્રામીણ મહિલા સાહસિકો માટે નાણાકીય સહાય યોજનામાં કેટલીક નવી શરતો લાગુ કરવામાં આવી છે. આ નિયમોમાં ખાસ કરીને મહિલા અને બાળકોને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે.

તેના અંતર્ગત બાળકોના જન્મ પર મર્યાદા મૂકવામાં આવી છે. જો જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ કોઈપણ નાણાકીય યોજનાનો લાભ મેળવવા માંગે છે, તો તેમને ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ. જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકો સુધી છે.

MMUA Scheme

Assam ના CM Himanta Biswa Sarma એ 11 જાન્યુઆરીએ મુખ્યમંત્રી મહિલા સાહસિકતા ઝુંબેશ (MMUA) ની જાહેરાત કરતા, Assam ના નાગરિકોને જણાવ્યું હતું કે ધીમે ધીમે આ પ્રકારના વસ્તી માપદંડ રાજ્ય સરકારની તમામ લાભાર્થી યોજનાઓમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ નિર્ણય 2021 માં તેમની જાહેરાતને અનુરૂપ છે.

આ જાતિઓને છૂટ મળી છે

તેમણે વધુમાં કહ્યું હાલમાં, MMUA યોજનાના મપદંડો પર ઢીલ મૂકવામાં આવી છે. ST દરજ્જાની માંગણી કરતા મોરાન, મોટોક અને ‘ટી આદિવાસીઓ’ પર ચાર બાળકોની મર્યાદા પણ લાદવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વ-સહાય જૂથોમાં સામેલ મહિલાઓને ગ્રામીણ સૂક્ષ્મ સાહસિકો તરીકે વિકસાવવામાં મદદ કરવાનો છે.

Women Empowerment

CM Himanta Biswa Sarma એ જણાવ્યું હતું કે આ યોજનાને બાળકોની સંખ્યા સાથે જોડવામાં આવી છે. જેથી કરીને મહિલાઓ તેમના વ્યવસાયની સ્થાપના માટે પૈસાનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે જો મહિલાને ચાર બાળકો હોય તો તેને બિઝનેસ કરવા માટે સમય ક્યારે મળશે? મહિલાઓ મોટાભાગે બાળકોને ભણાવવામાં વ્યસ્ત રહેશે.

અન્ય શરતો પણ લાગુ કરવામાં આવી

બાળકોની સંખ્યાની મર્યાદા ઉપરાંત, લાભાર્થીઓએ અન્ય બે શરતો પણ પૂર્ણ કરવી આવશ્યક છે. જો તેમની પાસે છોકરીઓ હોય, તો તેમને શાળામાં ફરજીયાતપણે દાખલ કરવી પડશે. જો છોકરી શાળાની ઉંમરની ન હોય, તો મહિલાઓએ એફિડેવિટ પર સહી કરવી પડશે કે સમય આવશે ત્યારે તેણીને શાળામાં દાખલ કરવામાં આવશે. તેમજ સરકારના વૃક્ષારોપણ અભિયાન, અમૃત વૃક્ષા આંદોલન અંતર્ગત ગયા વર્ષે તેઓએ જે વૃક્ષો વાવ્યા હતા તેને જીવંત રાખવા પડશે.

આ પણ વાંચો: DRDO : દેશની પ્રથમ લાઇટ ટેન્ક Zorawar ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, ટ્રાયલ શરૂ થશે…