Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : નરોડામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું શ્રમદાન 

02:09 PM Oct 01, 2023 | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાહનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. હર્ષ સંઘવીએ  અમદાવાદના નરોડા વિસ્તારમાં પહોંચીને શ્રમદાન કર્યું હતું અને લોકોને સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો.
હર્ષ સંઘવીએ  મહાત્મા ગાંધી જયંતીના પૂર્વ દિવસે આયોજિત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત નરોડા ખાતે ઝૂલેલાલ મંદિરના પ્રાંગણમાં આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈને વિવિધ મહાનુભાવો, કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે સફાઈ કાર્ય કર્યું.

વડાપ્રધાનના આ અભિયાનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિના પૂર્વે દેશભરમાં શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાનની અપીલ કરી હતી. વડાપ્રધાનના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે રવિવારે સવારે દરેક શહેર અને ગામોમાં લોકોએ એક કલાક માટે શ્રમદાન માટે ફાળવ્યો હતો અને પોતાના વિસ્તારમાં સફાઇ કરી હતી. વડાપ્રધાનના આ અભિયાનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. હર્ષ સંઘવી અમદાવાદના નરોડા વિસ્તારમાં પહોંચ્યા હતા.

હર્ષ સંઘવીએ નરોડા વિસ્તારમાં શ્રમદાન કર્યું
હર્ષ સંઘવીએ નરોડા વિસ્તારમાં શ્રમદાન કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો અને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી.
 આજે અમદાવાદ શહેરમાં હજારો લોકોએ એક કલાક શ્રમદાનમાં ફાળવ્યો હતો અને શ્રમદાન કર્યું હતું. હર્ષ સંઘવીની સાથે લોકોએ પણ શ્રમદાન કર્યું હતું.