Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Micron ગુજરાતમાં પોતાનો પહેલો સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવશે, આટલા કરોડનું કરશે રોકાણ

05:23 PM Jun 23, 2023 | Viral Joshi

અમેરિકન ચિપ મેકર કંપની માઈક્રોન (Micron) નજીકના ભવિષ્યમાં ભારતમાં તેનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. માઈક્રોને (Micron) પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત પણ કરી છે. આ પ્લાન્ટ માટે કંપની બે તબક્કામાં લગભગ $825 મિલિયનનું એટલે કે રૂ. 6,700 કરોડ રોકાણ કરશે. કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ 2024ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટ આવવાથી ગુજરાતમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે.

કેટલું રોકાણ?

માઈક્રોને જણાવ્યું હતું કે, તે ગુજરાતમાં એક નવો સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટ સ્થાપશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની મદદથી પ્લાન્ટમાં કુલ રોકાણ $2.75 બિલિયન આશરે રૂ. 22,540 કરોડ થશે. વડાપ્રધાનશ્રી મોદીએ (Narendra Modi) ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે માઈક્રોન ટેક્નોલોજીને (Micron Technology) આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે દેશ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનના વિવિધ ભાગોમાં સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરી શકે છે.

પ્લાન્ટને સરકારની મંજુરી

માઈક્રોનના પ્લાન્ટને સરકારની મોડિફાઈડ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. યોજના હેઠળ, માઈક્રોનને કેન્દ્ર સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50% નાણાકીય સહાય અને ગુજરાત રાજ્ય તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 20% પ્રોત્સાહન નાણાકીય સહાય મળશે.

કેટલી રોજગારી મળશે?

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે શરૂ થવાની આશા છે. પહેલા તબક્કામાં 500,000 ચોરસ ફૂટ આયોજિત ક્લીનરૂમ જગ્યાનો સમાવેશ થશે, જે 2024 ના અંતમાં કાર્યરત થવાનું છે. માઈક્રોન ટેક્નોલૉજી અનુસાર, બંને તબક્કાઓ દ્વારા લગભગ 5,000 નોકરીઓ સીધી રીતે બનાવવામાં આવશે. જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રોજગાર મળતો રહેશે.

Micron CEO એ PM મોદી સાથે કરી હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની US મુલાકાત દરમિયાન માઈક્રોનના સીઈઓ (Micron CEO) સંજય મેહરોત્રા (Sanjay Mehrotra) સાથે મુલાકાત કરી હતી અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કંપનીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો : નાસા અને ઇસરો 2024માં અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે સંયુક્ત મિશન પર સહમત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.