Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MI vs RCB : બંને ટીમ માટે આજે જીતવું જરૂરી, હાર્દિક-વિરાટની થશે અગ્નિપરિક્ષા

05:36 PM Apr 11, 2024 | Hardik Shah

MI vs RCB : IPLમાં આજે મોટી મેચ થવાની પૂરી સંભાવના છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ફાફ ડુપ્લેસીસની આગેવાની હેઠળની RCBની ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં સામસામે ટકરાશે. દરમિયાન, જ્યા એક ટીમ પોઈન્ટ ટેબલ (Points Table) માં આઠમાં સ્થાને છે, જ્યારે બીજી નવમાં સ્થાને છે. બંને ટીમો અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે અને બીજી જીતની શોધમાં છે. આ દરમિયાન આજની મેચ રોમાંચથી ભરપૂર રહેશે તેવી સંભાવના છે.

બંને ટીમોને ટૂર્નામેન્ટમાં બની રહેવા આજની જીત જરૂરી

આજની IPL મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરું વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. IPL 2024ની આ 25મી મેચ છે. બંને ટીમો પોતાની બીજી જીતની શોધમાં છે. મુંબઈ ચારમાંથી ત્રણ મેચ હાર્યું છે, જ્યારે બેંગલુરુંએ પાંચમાંથી માત્ર એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ મેચ રસપ્રદ બની રહેશે. એક રીતે, વિરાટ કોહલી રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વિરુદ્ધ સ્પર્ધા કરતો જોવા મળશે. જેના કારણે ચાહકોમાં પણ આ મેચને લઇને રોમાંચ ભરપૂર રહેશે તેવી પૂરી સંભાવનાઓ છે. જણાવી દઇએ કે, IPL ની અત્યાર સુધીની સીઝનમાં જ્યા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમ 5 વખત આ ટાઈટલ જીતવામાં સફળ રહી છે તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરું (Royal Challengers Bengaluru) ની ટીમ એકપણ વખત આ ટાઈટલ પોતાના નામે કરી શકી નથી. પણ તેનો અર્થ એ નથી કે RCB ના ફેન્સમાં કોઇ ઘટાડો આવ્યો હોય. ફેન્સ એકવાર આ ટાઈટલ RCB જીતે તેવી ઇચ્છા રાખી રહ્યા છે.

MI vs RCB વચ્ચે કેટલી વખત થઇ મેચ અને કોણે સૌથી વધુ વખત મારી બાજી

IPL ફેન્સની પસંદગીની ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંની ટીમ પણ છે. મોટી સંખ્યામાં લોકો આ બંને ટીમને સપોર્ટ કરતા જોવા મળી જાય છે. IPL ના ઈતિહાસમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરું 32 વખત સામસામે આવી ચુક્યા છે, જેમાંથી મુંબઈ 18 વખત જીત્યું છે અને 14 વખત RCB જીત્યું છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંની હાલત અત્યારે બહુ સારી નથી કારણ કે બંને ટીમો પોઈન્ટ ટેબલમાં તળિયે છે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી 4માંથી માત્ર એક જ મેચ જીતી શક્યું છે. બીજી તરફ RCBને 5માંથી માત્ર 1 જીત મળી છે. મુંબઈ અને બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 8મા અને 9મા સ્થાને છે.

કોહલી ફોર્મમાં પણ RCB ની હાલત ખરાબ

કોહલીની વાત કરીએ તો, તે IPL 2024 સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધી 5 મેચમાં 105.33ની શાનદાર એવરેજથી 316 રન બનાવ્યા છે, જેમાં 113 રનની ઇનિંગ પણ સામેલ છે. આ રીતે કોહલી જોરદાર બેટિંગ કરી રહ્યો છે પરંતુ તેની ટીમ RCB જીતી રહી નથી. કોહલીની RCB અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહી છે જ્યારે તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે જો RCBને IPL ટાઇટલની રેસમાં રહેવું હોય તો તેણે જીતીને પોતાની તાકાત બતાવવી પડશે. જો ટીમ આ મેચમાં હારે છે તો ટૂર્નામેન્ટમાં વાપસી કરવી લગભગ અસંભવ થઇ જશે.

હાર્દિક પંડ્યા સુકાની પદેથી રાજીનામું આપશે ?

મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024માં હેડલાઈન્સમાં છે. મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે, જેના કારણે ચાહકોના ચહેરા પર ઘણી નિરાશા જોવા મળી રહી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે 4 મેચ રમી છે, જેમાં તેને માત્ર એક જ જીત મળી છે, જેના કારણે હાર્દિક પંડ્યાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જો હાર્દિક પંડ્યા સુકાની પદેથી રાજીનામું આપી દે તો આગામી સુકાની કોણ હશે. શું આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી રોહિત શર્માને કમાન આપશે? જો કોઈ કારણસર રોહિત શર્મા કેપ્ટનશીપ નહીં સંભાળે તો આગળની કમાન અન્ય કોઈને સોંપવામાં આવશે. ક્રિકેટ નિષ્ણાતોના મતે રોહિત શર્મા ભાગ્યે જ સુકાનીપદ સંભાળશે. જો આવું થાય છે તો ટીમ માટે આ એક મોટો આંચકો હશે.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને તેના જ ભાઈએ લગાવ્યો કરોડો રૂપિયાનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો – RR VS GT : ગુજરાતની ટીમે કર્યો રાજસ્થાનનો કિલ્લો ફતેહ, કરામતી ખાન રહ્યા GT ના નાયક