Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MI vs CSK : IPL ની આ ટીમો માટે હવે પ્લેઓફનો રસ્તો મુશ્કિલ, જુઓ Points Table ની સ્થિતિ

02:20 PM Apr 15, 2024 | Hardik Shah

MI vs CSK : મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમને હરાવી ઘણી મુશ્કિલ હોય છે, આ તેનો કિલ્લો કહેવામાં આવે છે, પરંતુ IPL 2024 માં ટીમ અહીં ચારમાંથી બે મેચ હારી ગઇ છે. રવિવારની મેચમાં પણ આવું જ કઇંક થયું, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) યજમાન મુંબઈને 20 રનના માર્જિનથી હરાવ્યું હતું. આ સીઝનમાં ચેન્નઈની આ ચોથી જીત છે, જ્યારે મુંબઈની ચોથી હાર છે. ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ હવે પોઈન્ટ્સ ટેબલ (Points Table) માં ફેરફાર થયો છે.

Mumbai Indians

સૌ પ્રથમ આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમ માટે શરૂઆતથી જ મુશ્કેલીઓ વધતી હોય તેવું જોવા મળી રહ્યું હતું, જ્યારે ટીમે રોહિત શર્માને કેપ્ટનશીપ પદ પરથી હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ ટૂર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ રહી છે. ટીમ અત્યાર સુધીમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં 5 વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. બીજી તરફ હાર્દિક પંડ્યા છેલ્લા બે વર્ષથી ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. અને તેની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમ એકવાર વિજેતા બની અને તેના બીજા જ વર્ષે ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી અને ચેન્નઈ સુપર કિંગ્સની સામે હારી ગઇ હતી.

mumbai indians

તે પછી અચાનક જ એવી ચર્ચાઓ શરૂ થઇ કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સને છોડી મુંબઈનો સભ્ય બનશે પણ કોઇએ વિચાર્યું નહોતું કે મુંબઈની ટીમ રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવી હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવી દેશે. આ નિર્ણય બાદથી જ મુંબઈ માટે ખરાબ દિવસો શરૂ થઇ ગયા. હાર્દિકની સાથે ટીમ સતત ટ્રોલ થવા લાગી અને ટીમને ચાહતા ફેન્સ પણ મુંબઈની હાર પર ખુશ થતા જોવા મળ્યા હતા.ટીમ અત્યાર સુધીમાં 6 મેચ રમી ચુકી છે અને માત્ર 2 મેચમાં જીત મેળવી શકી છે. અત્યારે ટીમ પોઈન્ટ્સ ટેબલ પર આઠમાં ક્રમાકે છે.

Delhi Capitals

delhi capitals

હવે વાત દિલ્હી કેપિટલ્સની કરી તો ટીમ મેનેજમેન્ટ અને દિલ્હીના ફેન્સ ખાસ કરીને ટીમના કેપ્ટન રિષભ પંતના ફેન્સ દિલ્હીની ટીમમાં પરત થવાના સમાચાર બાદથી ખુશ હતા. ફેન્સ લાંબા સમય બાદ પંતને મેદાને જોઇને ખુશ હતા. કહેવામાં આવતું હતું કે, આ ટીમ હવે પંતની કેપ્ટનશીપમાં સારું પ્રદર્શન કરશે પણ તેની જગ્યાએ ટીમ સતત મેચ હારતી ગઇ અને સ્થિતિ આજે એવી છે કે દિલ્હીની ટીમ આજે પોઈન્ટ્સ ટેબલ પર નવમાં ક્રમાંકે છે. ટીમ અત્યાર સુધીમાં 6 મેચ રમી ચુકી છે અને માત્ર 2 મેચમાં જીત નોંધાવી ચુકી છે.

Royal Challengers Bengaluru

Royal Challengers Bengaluru

 

IPL ની એક એવી ટીમ જેની ટાઈટલ જીત માટે તેના ફેન્સ છેલ્લા 17 વર્ષથી રાહ જોઇ રહ્યા છે. જીહા, અમે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંની વાત કરી રહ્યા છીએ. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુપ્લેસિસ જેવા દિગ્ગજ ખેલાડીથી સજ્જ ટીમ આજે પણ એક ટાઈટલ જીતવા માટે સંઘર્ષ કરી રહી છે. ખાસ કરીને આ વર્ષે ટીમનું પ્રદર્શનની વાત કરીએ તો તે ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ અત્યારે પોઈન્ટ્સ ટેબલ પર બોટમ પર છે. આ ટીમ અત્યાર સુધીમાં 6 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે. ટીમમાં IPL નો સૌથી સફળ બેટ્સમેન હોવા છતા ટીમ આજે પોઈન્ટ્સ ટેબલ પર બોટમ પર છે.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણ ટીમ તાજેતરમાં પોતાના ખરાબ પ્રદર્શનના કારણે પોઈન્ટ્સ ટેબલ પર બોટમ પર છે. કહેવાય છે કે, આ ત્રણેય ટીમોનું હવે પ્લેઓફમાં પહોંચવું લગભગ અસંભવ થઇ ગયું છે. કારણ કે તેમની ઉપરની ટીમો સતત સારું પ્રદર્શન કરી રહી છે.

આ પણ વાંચો –  MI VS CSK : ચેન્નાઈએ મુંબઈને તેમના જ ઘરમાં આપી હાર, રોહિત – ધોની શો ના ફેન્સ થયા કાયલ

આ પણ વાંચો – IPL 2024 : ધોનીને જોવા તેના ચાહકે ખરીદી રૂ. 64 હજારની ટિકિટ, દિકરીની સ્કૂલ ફી ન ભરી…