Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાર્દિક પટેલ સહિત અન્ય લોકો સામેના કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજી મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી

04:58 AM Apr 29, 2023 | Vipul Pandya

2015ના વર્ષમાં થયેલા પાટીદાર અનામત આંદલન વખતે અમદાવાદમાં વિવિધ જગ્યા પર પોલીસ ફરિયાદ થઇ હતી. પાટીદાર નેચા હાર્દિક પટેલ સહિતના લોકો સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા હતા. આ કેસ પરત ખેંચવાને લઇને અનેક વખત પાટીદાર નેતાઓ તરફથી સરકારને રજૂઆત પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને જ થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા પાટીદારો પરના કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત આ કેસો પરત ખેંચવા માટે રાાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ પણ આપી હતી.
કોર્ટે અરજી ફગાવી
જો કે આ મુદ્દે હવે રાજ્ય સરકારને મોટો ફટકો પડ્યો છે. કોર્ટ દ્વારા પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. રાજ્ય સરકારની સાથે હાર્દિક પટેલ માટે પણ આ ખરાબ સમાચાર ગણી શકાય. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે નોંધાયેલા કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી છે. આ સિવાય આગામી બીજી મેના દિવસે આ કેસમાં તહોમતનામું સાંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા માટે કોર્ટે તાકીદ પણ કરી છે.
વસ્ત્રાલના તત્કાલીન કોર્પોરેટરે કરી હતી ફરિયાદ
હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે 20 માર્ટ 2017ના દિવસે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. વસ્ત્રાલના તત્કાલીન કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. કોર્પોરેટર પરેશ પટેલના ઘર આસ્થા બંગ્લોઝ પર ટોળા દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ કેસ પરત ખેંચવા માટેની સરકારે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો સામે જે 900 કેસ નોંધાયા હતા, તેમાંથી 187 કેસ હજુ પમ પડતર છે.
હાર્દિક પટેલ ભાજપમાં જશે?
રાજ્યમાં અત્યારે હાર્દિકને લઇને ભાતભાતની અટકળો ચાલી રહી છે. ખાસ કરીને એક એવી અટકળ પણ ચાલે છે કે હાર્દિક પટેલ ભાજપમાં જઇ રહ્યો છે. થોડા સમયથી તે કોંગ્રેસતી નારાજ છે. રાજ્યના કોંગ્રેસ નેતૃત્વ સામે તેણે સવાલ પણ ઉઠાવ્યા હતા. ભાજપના વખાણ પણ કર્યા છે અને સામે પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ હાર્દિકના વખાણ કર્યા છે. આ તમામ વસ્તુઓને એક સાથે જોવામાં આવે તો લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં હાર્દિક પટેલ કોઇ મોટો ધડાકો કરશે.