Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો ચિંતિત

09:17 AM Apr 28, 2023 | Hiren Dave

રાજ્યના હવામાન વિભાગે ભરઉનાળે ફરી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને વચ્ચે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

આજે અહીં પડી શકે છે કમોસમી વરસાદ
આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.

ઉતર ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. પાટણ જિલ્લામાં સિઘ્ઘપુર , સરસ્વતી અને પાટણ તાલુકાના અનેક ગામમાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરના સરહદી વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો હતો. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ,માંડલ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.

29 અને 30 એપ્રિલે પણ વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.

આપણ  વાંચો- બનાસકાંઠામાં 3.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ