Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘મેરી મિઠ્ઠી મેરા દેશ’ રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાપી જિલ્લાથી થશે

11:50 PM Aug 05, 2023 | Vishal Dave

આગામી ૯મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે થનાર છે. 9મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમા પ્રારંભ થનાર ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમનો શુભઆરંભ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લા ખાતેથી થશે. આ અંગે જરૂરી વ્યવસ્થાઓનાં અનુસંધાને જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય મોહનભાઇ કોંકણી, ધારાસભ્ય ડો.જયરામ ગામીત, સહિત જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમા આનુશાગિક વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામા આવી હતી જેમાં મુખ્યમંત્રી ના હસ્તે થનાર ખાતમુહુર્ત અને લોકાર્પણ, લાભાર્થીઓને લાવવા જય જવાં માટે રુટ નક્કી કરવા,બસ તથા નાના વાહનો માટે પાર્કિંગ સહીત રુટ સુપરવાઇઝર નિમવા અંગે તથા ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થાઓ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમ બાબતે તમામ વિભાગોને વિવિધ યોજનાઓના લાભાર્થીઓની યાદી તથા સભાસ્થળ પાસે સ્ટોલની વ્યવસ્થા જેવી બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તથા ‘મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ બાબતે તકતી અનાવરણ તથા સ્થળ નિરીક્ષણ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.