+

અમેરિકામાં મહેસાણાના યુવકની ગોળી મારીને હત્યા

અમેરિકા (America)માં  મહેસાણા (Mehsana)ના યુવકની ગોળી મારીને હત્યા (Murder)કરવામાં આવી છે. અમેરિકા સહિત વિદેશમાં ભારતીયો પર થઇ રહેલા હુમલામાં ફરી એક વાર ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના નેસ્વિલના ટેનેસી વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સ્ટોરમાં ગોળી મારી હત્યાપ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના નેસ્વિલના ટેનેસી વિસ્તારમાં આવેલા સ્ટોરમાં મહેસાણાના કડીના ઉટાવા ગામના યà
અમેરિકા (America)માં  મહેસાણા (Mehsana)ના યુવકની ગોળી મારીને હત્યા (Murder)કરવામાં આવી છે. અમેરિકા સહિત વિદેશમાં ભારતીયો પર થઇ રહેલા હુમલામાં ફરી એક વાર ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના નેસ્વિલના ટેનેસી વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. 
સ્ટોરમાં ગોળી મારી હત્યા
પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના નેસ્વિલના ટેનેસી વિસ્તારમાં આવેલા સ્ટોરમાં મહેસાણાના કડીના ઉટાવા ગામના યુવક વિશાલ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્ટોરમાં લૂંટના ઇરાદે બે શખ્સ ઘુસ્યા હતા અને તેમણે સ્ટોરમાં કામ કરતા ગુજરાતી યુવક વિશાલ પ્રવિણભાઇ પટલની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. 

વિશાલ પટેલ ઉટાવાનો વતની 
વિશાલ પટેલ મહેસાણાના કડીના ઉટાવા ગામનો વતની હોવાનું જાણવા મળે છે.બે દિવસ પહેલા સ્ટોરમાં ઘુસેલા 2 અશ્વેત શખ્સે વિશાલ પટેલને ગોળી મારીને હત્યા કરી હતી. ગોળીબારમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાના સીસી ટીવી પણ બહાર આવ્યા છે. પોલીસે બંને હત્યારાને ઝડપી પણ લીધા હતા. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં ન્યુઝીલેન્ડમાં પણ આવી ઘટના બની હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter