+

CBI : વડોદરાનો મયંક નકલી PMO ઓફિસર તરીકે ડોક્ટરને ધમકાવતો હતો, CBI માં ફરિયાદ

સીબીઆઈ (CBI) એ વડોદરાના રહેવાસી મયંક તિવારી નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મયંક તિવારી પર પોતાને પીએમઓ (PMO) ઓફિસર બતાવીને ડોક્ટરને ધમકાવવાનો આરોપ છે. મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના…

સીબીઆઈ (CBI) એ વડોદરાના રહેવાસી મયંક તિવારી નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મયંક તિવારી પર પોતાને પીએમઓ (PMO) ઓફિસર બતાવીને ડોક્ટરને ધમકાવવાનો આરોપ છે. મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના ડો. પ્રણયની તરફેણમાં રૂ. 16.43 કરોડના વિવાદનું સમાધાન કરવા ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના એમડી ડો.અગ્રવાલને ધમકી આપી રહ્યો હતો. પીએમઓની ફરિયાદ પર મયંક પર કેસ નોંધવામાં આવ્યો છે.

પીએમઓ દ્વારા નોંધાવાઇ ફરિયાદ

પીએમઓ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી મયંક તિવારીએ બે ડૉક્ટરો – ડૉ. પ્રણય કુમાર સિંહ અને ડૉ. સોનુ વર્મા વતી ડૉ. અગ્રવાલને “મામલો પતાવવા” માટે ઘણા મેસેજ મોકલ્યા હતા. નકલી PMO અધિકારીએ ડૉ. અગ્રવાલ આંખની હોસ્પિટલના CEOને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે મેં તમને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા વિનંતી કરી હતી અને તે તમારા પર નિર્ભર છે કે તમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરો છો. મયંક તિવારી વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રાંદલધામ સોસાયટીમાં રહે છે.

કેટલાક ધંધાદારીઓને ધમકાવતો હતો

પીએમઓએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તિવારીએ પોતાને પીએમઓમાં સરકારી સલાહકારોના ડિરેક્ટર તરીકે ગણાવ્યા હતા અને તે આ આધારે કેટલાક ધંધાદારીઓને ધમકાવતો હતો. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે આ નામનો કોઈ વ્યક્તિ પીએમઓમાં કામ નથી કરી રહ્યો.

મયંક તિવારી દ્વારા ડો.અગ્રવાલને ધમકાવી રહ્યો હતો

ડો. અગ્રવાલની ભારત અને વિદેશમાં 100 થી વધુ આંખની હોસ્પિટલ છે. ડૉ. અગ્રવાલે વિનાયક આઈ હોસ્પિટલ, ઈન્દોરના એમડી ડૉ. પ્રણય અને અન્યો સાથે બિઝનેસ ડિલ કરી હતી. પરંતુ બાદમાં આ કરારનો અમલ થયો ન હતો અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પછી ટ્રિબ્યુનલે ડૉ. પ્રણયને ડૉ. અગ્રવાલને આખી રકમ પરત કરવા કહ્યું હતું. પરંતુ પૈસા આપવાને બદલે તે મયંક તિવારી દ્વારા ડો.અગ્રવાલને ધમકાવી રહ્યો હતો.

આ પણ વાંચો—MARRIAGE : દેશમાં આ સિઝનમાં 35 લાખ લગ્નો થવાની ધારણા

Whatsapp share
facebook twitter