+

MANSUKH MANDAVIYA એ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો

MANSUKH MANDAVIYA : પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ( MANSUKH MANDAVIYA ) લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી…

MANSUKH MANDAVIYA : પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ( MANSUKH MANDAVIYA ) લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી હતી. મનસુખ માંડવિયા ( MANSUKH MANDAVIYA ) જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા, ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદ ભવનમાં આવતા-જતા રહેશે, માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.

પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ ( MANSUKH MANDAVIYA ) જણાવ્યું કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છું.તે ઉપરાંત તેમણે કહ્યું કે, જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય, તો આપણે આજે જ પગલાં ભરવા પડશે, અને અત્યારે સમય આપણા હાથમાં નથી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મિશન લાઇફ શરૂ કર્યું છે, આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ.

આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યાં અને તે ફોટોઝ પર સોશિયલ મીડિયામાં લખ્યું કે, “My little army in action to save the planet”

આ પણ વાંચો : ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક 

આ પણ વાંચો : ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક

 

Whatsapp share
facebook twitter