Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તર પ્રદેશના આ જિલ્લાઓ અને શહેરોમાં માસ્ક પહેરવું ફરજિયાત, યોગી સરકારે આપ્યો આદેશ

10:41 PM Apr 16, 2023 | Vipul Pandya

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો તિ રહ્યો છે. જેના કારણે હવે ચોથી લહેરનું સંકટ ઉભું થયું છે. કોરોનાના વધતા કેસમાંથી ઉત્તર પ્રદેશ પણ બાકાત નથી. જેથી ફરી એક વખત યુપી સરકારે કોરોનાને લઇને કડક નિર્ણયો કરવાનું શરુ કરી દીધું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાતના આદેશ પ્રમાણે હવે દિલ્હીને અડીને આવેલા યુપીના કેટલાક જિલ્લાઓમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે. ઉલ્લેખનીય છે કેથોડા સમય પહેલા કોરોના કેસમાં ઘટાડો નોંધાતા માસ્ક સહિતના કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી હતી.
યોગી આદિત્યનાથે દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, મેરઠ, હાપુડ, બાગપત, બુલંદશહર સહિત લખનઉમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી યુપીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે રાજ્યની સરહદે આવેલા કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. એનસીઆરના જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ બુદ્ધ નગરમાં 65, ગાઝિયાબાદમાં 20 અને લખનૌમાં 10 નવા પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ થઈ છે. 
નવા કેસમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ
સરકારે આગળ કહ્યું કે NCR જિલ્લાઓ (ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત) અને લખનઉમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં રસીકરણમાં બાકી હોય તેવા લોકોને ઓળખીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એનસીઆરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ દરમિયાન કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. નિષ્ણાતોના મત પ્રમાણે સંભવ છે કે કેસોની સંખ્યામાં વધારો થાય, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની અથવા દર્દીની સ્થિતિ ખૂબ ગંભીર બને તેવી શક્યતા નથી.
ઉત્તર પ્રદેશમાં અત્યારે 695 એક્ટિવ કેસ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના 100 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં યુપીમાં 115 નવા કેસ નોંધાયા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે. જાન્યુઆરી મહિના પછી આ પહેલીવાર છે જ્યારે રાજ્યમાં કોરોનાના આટલા કેસો જોવા મળી રહ્યા છે. મોટાભાગના કેસ માત્ર દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ  મુખ્યમંત્રી યોગીએ એનસીઆર અને તેની આસપાસના જિલ્લાઓમાં વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી. જે બાદ હવે નોઈડા, ગાઝિયાબાદ, લખનઉ, હાપુડ, મેરઠ, બુલંદશહેર અને બાગપતમાં ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.