Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

6 મહિનાથી બેકાર શખ્સ મંદિર અને દરગાહની દાન પેટીમાંથી રોકડ ચોરતો

10:27 AM Apr 23, 2023 | Vipul Pandya

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી લ છે. આરોપી મંદિર અને દરગાહને ટાર્ગેટ કરતો હતો અને ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સાજીદ શેખ જે વટવા વિસ્તારમાં રહે છે અને તેને ક્રાઈમ બ્રાન્ચે ગેબનશહીદ દરગાહ કેનાલ રોડ પર ઝરણાં પાર્ટી પ્લોટ પાસેથી પકડી પાડ્યો છે.
પોલીસની (Police) તપાસમાં સામે આવ્યું  કે આરોપી છેલ્લા 6 મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહતો અને પાંચ-છ મહિના પેહલા રાત્રિના સમયમાં નારોલ, ઇસનપુર, વટવા રોડ પર આવેલ ગેબન શહીદ પીર દરગાહમાં રાખવામાં આવેલ દાનપેટીમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીએ દરગાહની સાથે બે મહિના પેહલા રાત્રિના સમયમાં વટવા, નવાપુરા ખાતે આવેલ અય્યપા મંદિરમાંથી પણ દાનપેટી તોડીને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
આરોપીએ અગાઉ પણ સાબરમતી, કાગડાપીઠ અને વટવા વિસ્તારમાં ચોરીના કેસોમાં પકડાઈ ગયો છે. અને જેમાં તેણે એક વાર પાસા પણ થયેલ છે. હાલમાં આરોપીની વધુ તપાસ કરવામાં આવી રહી છે.