Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મમતા બેનર્જીએ કહ્યું કુસ્તીબાજો સાથે જે વર્તન થયું તેની સખત નિંદા કરુ છું , હું તેમની સાથે છું

06:12 PM May 28, 2023 | Vishal Dave

આજે દિલ્હીમાં બે મોટા ઘટનાક્રમ જોવા મળ્યા હતા. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહીના નવા મંદિર એટલે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. બીજી તરફ જંતર-મંતર ખાતે ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.

નવી સંસદ તરફ કૂચ કરવા બદલ અટકાયત કરાયેલી મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા હતા, પરંતુ તેઓએ બળપૂર્વક અમને ખેંચી લીધા અને અટકાયતમાં લીધા. આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે અમારા ચેમ્પિયન સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે ખૂબ જ શરમજનક છે.

મમતાએ કુસ્તીબાજોને મુક્ત કરવાની માંગ કરી છે

સીએમ મમતાએ ટ્વિટર પર લખ્યું, “દિલ્હી પોલીસે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય કુસ્તીબાજો સાથે જે વર્તન કર્યુ તેની હું સખત નિંદા કરું છું..તેમણે કહ્યું કે આ શરમજનક છે કે આપણા ચેમ્પિયન સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મારી માંગ છે કે કુસ્તીબાજોને પોલીસ કસ્ટડીમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે. હું કુસ્તીબાજોના સમર્થનમાં છું