Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અભિનેત્રી મલાઈકા અરોરાની કારને નડ્યો અકસ્માત, અભિનેત્રી ઈજાગ્રસ્ત થતા અપોલો હોસ્પિટલમાં દાખલ

05:20 AM Apr 29, 2023 | Vipul Pandya

બોલિવૂડ
અભિનેત્રી મલાઈકા અરોરાનો શનિવારે સાંજે અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રના ખોપોલીમાં
એક્સપ્રેસ વે પર તેમની કારન
અકસ્માત નડ્યો હતો. મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક
નજીકની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર શિરીષ પવારના
જણાવ્યા અનુસાર અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર
38 કિમીના અંતરે થયો હતો, જે અકસ્માતની સંભાવના ધરાવતો વિસ્તાર છે. ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા
ત્રણેય વાહનોને નુકસાન થયું હતું.