Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માત્ર 30રૂપિયામાં બનાવો ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ

04:40 AM May 10, 2023 | Vipul Pandya

ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 

3 નંગ – સેન્ડવિચ બ્રેડ

3 ટી સ્પૂન – બટર

2 ટી સ્પૂન – ન્યૂટેલા સ્પ્રેડ

2-3 નંગ – પાઈનેપલ રિંગ્સ

2 સ્કુપ – વેનિલા / ચોકલેટ આઈસક્રીમ

2 ક્યૂબ – છીણેલી ચીઝ

ચોકલેટ ચિપ્સ

ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ બનાવવા માટેની રીત : 

3 નંગ બ્રેડ લઈ તેની ઉપર બટર લગાવો. તેમાંથી 2 બ્રેડ પર ન્યૂટેલા સ્પ્રેડ લગાવો. ન્યૂટેલા ના હોય તો ચોકલેટ સોસ પણ લગાવી શકાય.

ન્યૂટેલા વાળા બ્રેડ પર આઈસક્રીમનો સ્કુપ મૂકી છીણેલી ચીઝ ભભરાવી, બીજી ન્યૂટેલા લગાવેલી બ્રેડ મૂકી તેના પર પાઈનેપલના ટુકડા, ચોકલેટ ચિપ્સ મૂકી છીણેલી ચીઝ ભભરાવી કવર કરી લો.

પ્લેન બ્રેડથી કવર કરી પીસ કરી, ઉપર છીણેલી ચીઝ ભભરાવી સર્વ કરો.