+

Major Accident : માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે જનારા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 7 લોકોના મોત

Major Accident : હરિયાણાના અંબાલા (Haryana’s Ambala) માં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ (truck and a mini bus) ની ટક્કર થતાં મોટો અકસ્માત (Major Accident) સર્જાયો હતો.…

Major Accident : હરિયાણાના અંબાલા (Haryana’s Ambala) માં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ (truck and a mini bus) ની ટક્કર થતાં મોટો અકસ્માત (Major Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 7 જેટલા લોકોના મોત થયા હતા. આ સિવાય અકસ્માત (Accident) માં લગભગ 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે, આ ભયાનક માર્ગ અકસ્માત (horrible road accident) દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર થયો હતો.

અકસ્માતમાં એક જ પરિવારના 7 જેટલા લોકોના મોત

મળતી માહિતી મુજબ મીની બસમાં બેઠેલા લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન માટે જઈ રહ્યા હતા. માર્ગમાં ભક્તોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં મીની બસનો ચકકાજામ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 7 જેટલા લોકોના મોત થયા હતા. આ મૃતકોમાં એક 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. રાહદારીઓ અને પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અંબાલા-દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાવેલર (મિની બસ) અને ટ્રકની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અંબાલા પોલીસે ક્ષતિગ્રસ્ત મિની બસ અને મૃતદેહનો કબજો લઈને તપાસ શરૂ કરી છે.

વૈષ્ણોદેવીના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત હાઇવે પર મોહડા ગામ પાસે થયો હતો. મિની બસમાં લગભગ 25 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મા વૈષ્ણા દેવીના દર્શન કરવા નીકળેલા ઉત્તર પ્રદેશના બુલંદશહરના લોકો આ અકસ્માતનો શિકાર બન્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મિની બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માત થતાં જ તમામ લોકો મિની બસમાંથી બહાર આવી ગયા હતા અને આમ તેમ પડેલા જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, રોડ પર માથું અથડાવાને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાહદારીઓએ બચાવ કામગીરી હાથ ધરીને ક્ષતિગ્રસ્ત મીની બસમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને પણ જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતા જ મોહદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કબજામાં લઈ લીધા હતા.

મૃતકો અને ઇજાગ્રસ્તો એક જ પરિવારના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોની ઓળખ સોનીપતના જખૌલી ગામના રહેવાસી 52 વર્ષીય વિનોદ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ગામ કકૌરનો રહેવાસી મનોજ (42), ગુડ્ડી, ગામ હસનપુર રહેવાસી વૃદ્ધ મહેર ચંદ, ગામ કાકૌર રહેવાસી સતબીર (46 વર્ષ) અને 6 મહિનાની દીપ્તિના રૂપમાં થઇ છે. અન્ય એકની ઓળખ થઈ નથી. ઈજાગ્રસ્તોમાં બુલંદશહરના રહેવાસી રાજીન્દ્ર (50 વર્ષ), કવિતા (37 વર્ષ), વંશ (15 વર્ષ), સુમિત (20 વર્ષ), સોનીપતના જખૌલી ગામનો રહેવાસી સરોજ (40 વર્ષ), દિલ્હીના મગુલપુરી રહેવાસી નવીન (15 વર્ષ), લાલતા પ્રસાદ (50 વર્ષ), મુગલપુરી રહેવાસી અનુરાધા (42 વર્ષ), બુલંદશહરના ટકોર ગામના રહેવાસી શિવાની (23 વર્ષ), આદર્શ (4 વર્ષ) વહેરેનો સામેલ છે.

આ પણ વાંચો – Mumbai: ડોમ્બિવલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ લાગી, ઘણા લોકો દાઝ્યા…

આ પણ વાંચો – Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

Whatsapp share
facebook twitter