Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahisagar News: સરકારી અધિકારી નોકરી છોડી કાર્યક્રમનો આનંદ માળવા દોડ્યા

08:43 PM Jan 30, 2024 | Aviraj Bagda

Mahisagar News: રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે 11 થી 6 વાગ્યા સુધી ચાલું નોકરી દરમ્યાન સરકારી કાર્યક્રમ સિવાય કોઈ અંગત કાર્યક્રમ ન કરવા સરકારે પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના કર્મચારી પંકજ શાહનો વય નિવૃત્તિ સમારંભ ચાલું દિવસે ઉજવાયો હતો જે લુણાવાડાની ગોસાઈ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

  • તબીબ દ્વારા નિવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરાયું
  • કર્મચારીઓ સ્વૈચ્છિક રજા મૂકીને કાર્યક્રમમાં હાજરી આપી
  • સરકારી આધિકારીઓ કાયદાનું ઉલ્લંધન કરી રહ્યા

તબીબ દ્વારા નિવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરાયું

Mahisagar News

જેમાં જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ચાલુ નોકરીએ ત્રણ વાગ્યાથી પોતાની કચેરીઓ ફિલ્ડ છોડી લુણાવાડા ગોસાઈ સમાજની વાડીએ પોહચ્યા હતા. તો પંકજ શાહ દ્વાર આ કાર્યકરામમાં છપાયેલી વય નિવૃત્ત કાર્યક્રમની પત્રિકામાં બપોરે 2:30 નો ટાઇમ આપવામાં આવ્યો અને ભોજન માટે 4:30 વાગ્ નો સમય આપવામાં આવ્યો હતો.

કર્મચારીઓ સ્વૈચ્છિક રજા મૂકીને કાર્યક્રમમાં હાજરી આપી

ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય કચેરી સહિત જિલ્લાના દરેક PHC ના ડોકટરો તેમજ ફિલ્ડમાં ફરતાં તમામ કર્મચારીઓ કાર્યક્રમમાં પોંહચતા સાંજના સમયે દર્દીઓ રજડયા હતા. ત્યારે કાર્યક્રમ માં જોવા મળેલા અનેક અધિકારીઓ અને કર્મચારી સુ રજા મૂકીને કાર્યક્રમમાં આવ્યા હશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.

સરકારી આધિકારીઓ કાયદાનું ઉલ્લંધન કરી રહ્યા

જો રજા મુકવામાં આવી નહીં હોય તો ઇમરજન્સી સેવા આપનાર અધિકરીઓ અને કર્મચારીઓ પર કાર્યવાહી કે કેમ જોવાનું રહ્યું. ત્યારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાજર હતા. ત્યારે જિલ્લાના મુખ્ય અધિકારી દ્વારા આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપી સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય ત્યારે કેવા પ્રકાર ની કાર્યવાહી કોના દ્વારા કરવામાં આવે છે તે જોવું રહયું.

આ પણ વાંચો: Kinjal Dave : કિંજલ દવેના ફેન્સ માટે સારા સમાચાર, ‘ચાર ચાર બંગડીવાળી’ ને લઈ આવ્યો મહત્ત્વનો ચુકાદો