+

Mahesana : તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

Mehsana : મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ…

Mehsana : મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા.

જણાવી દઇએ કે, આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. યજ્ઞ શાળા વિશે વાત કરીએ તો યોજ્ઞશાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષથી શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. યજ્ઞશાળા માટે 14,000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. યજ્ઞ શાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે.

ભા એજ ભગવાન

તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકને રબારી સમાજની (Rabari Samaj) ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનકમાં તમામ વર્ગ અને સમાજના લોકોનું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13મા મહંત બળદેવગીરી બાપુને (Baladevgiri Bapu) રબારી સમાજે “ભા” નું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ હતું કે “ભા એજ ભગવાન”. હાલમાં 14મા મહંત જયરામગીરી બાપુ મહંત તરીકે શોભાયમાન છે. પૂજ્ય બળદેવગીરી બાપુનું સ્વપ્ન હતું કે ભવ્ય શિવધામ બનાવવું, એજ સ્વપ્નને સાકાર હાલના મહંત જયરામગીરી બાપુની અથાગ મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે.

PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

આજે એટલે કે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન તરભ વાળીનાથ ધામ ( Tarab VALINATH Mahadev Temple) ખાતે યોજાવા જઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) તેમજ અન્ય રાજકીય નેતાઓ સાથે સંતો-મહંતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 65 જેટલી અલગ-અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.

ભોજનશાળામાં એક સાથે 5,000 થી વધુ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકશે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઇ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે. તરભ વાળીનાથ ધામ ખાતે 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન માટે પધારશે.આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ‘જ્યાં મળે ટુકડો ત્યાં હરિ ઢુકડો” તરભ વાળીનાથ મંદિર ખાતે ભવ્યાતીભવ્ય સુંદર ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભોજનશાળામાં એક સાથે 5,000 થી વધુ ભક્તો દેવાધી દેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આવો જાણીએ આ સ્થાનકનો ઇતિહાસ અને મહત્વ
શિવ પ્રતિમા

ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપને શિવલિંગ સ્વરૂપે જ ભગવાન ભોલેનાથ ના દર્શન થશે. પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે કે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભૂ મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે. 900 વર્ષ અગાઉ અહી ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગિરિ બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી. જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહી આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે.

સમાધી

પૂજ્ય વિરમ ગીરી બાપુ ના નિર્વાણ પછી શ્રી વાળીનાથજી ની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ. આ મહંતશ્રીઓએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે તથા પ્રયત્નો કર્યા છે. અહી બ્રહ્મલીન ગાદીપતિ બાપુઓની સમાધિઓ હયાત છે. એ મહંત પરંપરા જોઈએ તો, સૌ પ્રથમ…

1 – આદ્ય સ્થાપક પરમ પૂજ્ય મહંત શ્રી વિરમગિરીબાપુ

2 – પૂજ્ય મહંત શ્રી પ્રેમ ગીરીબાપુ

3 – પૂજ્ય મહંત શ્રી સંતોક ગીરીબાપુ

4 – પૂજ્ય મહંત શ્રી ગુલાબ ગીરી બાપુ

5 – પૂજ્ય મહંત શ્રી નાથ ગીરીજી બાપુ

6 – પૂજ્ય મહંત શ્રી જગમાલ ગીરીબાપુ

7 – પૂજ્ય મહંત શ્રી શંભુગીરી બાપુ

8 – પૂજ્ય મહંત શ્રી ભગવાન ગીરીબાપુ

9 – પૂજ્ય મહંત શ્રી મોતી ગીરીબાપુ

10 – પૂજ્ય મહંતશ્રી કેશવ ગીરી બાપુ

11 – પૂજ્ય મહંત શ્રી હરિ ગીરીબાપુ

12 – પૂજ્ય મહંત શ્રી સુરજ ગીરીબાપુ

13 – પૂજ્ય મહંત શ્રી બળદેવ ગીરીબાપુ

14 – અને હાલમાં વિદ્યામાન છે પૂજ્ય મહંત શ્રી જયરામ ગીરી બાપુ …

અન્નક્ષેત્ર

ભગવાનના મંદિરે ભક્ત આવે અને ભૂખ્યો જાય એવું કદી ન બને. તરફ વાળીનાથ મહાદેવ ધામમાં પણ 900 વર્ષ જૂની પરંપરા હજુ ચાલી રહી છે. અહીં નિર્માણ પામેલ નવીન મંદિર સાથે વિશાળ પ્રસાદ ભોજનાલય પણ નવું બનાવવામાં આવ્યું છે. જ્યાં એક સાથે 5000 ભક્તો પ્રસાદ ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશાળ ભોજનાલય અંદાજે બે કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જ ભક્તોનો અવિરત પ્રવાહ આવતો રહેશે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરતો રહેશે છતાં શ્રી ભગવાન વાળીનાથ મહાદેવની કૃપાદ્રષ્ટિથી અન્નનો ભંડાર કદી ખૂટશે નહીં.

આ પણ વાંચો – મહેસાણાના તરભ વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

આ પણ વાંચો – TARABH : વાળીનાથ મંદિર ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter