Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MAHESANA : મહેસાણામાં વધ્યો કૂતરાઓનો આતંક, છેલ્લા 6 માસમાં કૂતરા કરડવાના વધ્યા કેસ

01:48 PM Dec 17, 2023 | Harsh Bhatt
અહેવાલ – મુકેશ જોષી, મહેસાણા
 
મહેસાણા શહેરમાં કૂતરા કરડવાના કેસોમાં વધારો નોંધાયો છે. મહેસાણા શહેરમાં હાલમાં રોજના 50 આસપાસ ડોગ બાઈટના કેસ નોંધાઇ રહ્યા છે. મહેસાણા સિવિલમાં નોંધાતા કેસની વાત કરીએ તો, છેલ્લા 6 માસમાં ડોગ બાઈટની OPD વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં જ 50 થી વધુ OPD નોંધાઇ હોવાની માહિતી મળી છે. અને ડિસેમ્બર મહિનામાં રોજના 1 થી 64 સુધી દર્દીઓ ની OPD થઈ છે. છેલ્લા છ માસમાં કૂતરા કરડવાના કેસના આંકડા જોઈએ તો…
 

 
છેલ્લા છ માસમાં કૂતરા કરડવાના કેસના આંકડા
 
જૂન –  812 કેસ
જુલાઈ –  592 કેસ
ઑગસ્ટ – 552 કેસ
સપ્ટેમ્બર – 555 કેસ
ઓકટોબર – 773 કેસ
નવેમ્બર – 989 કેસ
ડિસેમ્બર – 585  કેસ