Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahesana : જિલ્લાની 112 શાળાઓ તમાકુ ફ્રી જાહેર કરાઈ

03:30 PM Jan 24, 2024 | Hardik Shah

Mahesana : બાળકોનું આરોગ્ય સારું રહે અને શાળામાં વ્યસન મુક્ત વાતાવરણ મળી રહે તે જરૂરી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાની શાળાઓ તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી છે. જિલ્લાની 112 શાળાઓને તમાકુ ફ્રી જાહેર કરાઇ છે. શાળાના કેમ્પસના 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાતુ ન હોય અને તેનું સેવન પણ ન થતું હોય તેવી કુલ 112 શાળાઓને તંત્ર દ્વારા તમાકુ ફ્રી જાહેર કરાઇ છે.

જિલ્લાની 100 થી વધુ શાળાઓ તમાકુ ફ્રી જાહેર 

બાળકો જે જુએ તે જ શીખતા હોય છે. બાળકોને વ્યસનથી દૂર રાખવા હોય તો તેમને શિક્ષણની શરૂઆતમાં જ આ ચીજોથી દૂર રાખવાના પ્રયત્નો કરવા જોઇએ. ત્યારે મહેસાણા જિલ્લાની 100 થી વધુ શાળાઓને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી છે. 23 જાન્યુઆરીના રોજ કલેક્ટર એમ નાગરાજનની અધ્યક્ષતામાં જિલ્લાની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ ફ્રી કરવા માટે 100 થી વધુ લોકોને ખાસ તાલીમ અપાઈ હતી.

આ પણ વાંચો – Shocking : રાજ્યની સરકારી શાળાઓમાંથી 4300 શિક્ષકોને કરાશે છૂટા

આ પણ વાંચો – Shaktisinh Gohil : તૂટતી કોંગ્રેસને બચાવવા શક્તિસિંહ મેદાને! ‘રૂમાલ’ વાળા નિવેદનનો આપ્યો આ જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ