Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahendra Singh Dhoni ને લાગ્યો કરોડોનો ચુનો, મિત્રએ જ કરી છેતરપિંડી

05:49 PM Jan 05, 2024 | Hardik Shah

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. કહેવાય છે કે, તમારો સૌથી ખાસસ મિત્ર તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છેઆવું જ કઇંક ધોની સાથે થયું છે. મેદાનમાં પોતાની ચાતુર્યતાનો હર હંમેશ પ્રદર્શન કરનાર ધોનીને પોતાના જ એક મિત્રએ 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. જે બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના તે મિત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મિત્રએ લગાવ્યો કરોડોનો ચુનો

ક્રિકેટની પિચ પર ભલભલાને ધૂળ ચટાડનાર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) છેતરપિંડીનો શિકાર બન્યા છે. ધોનીને તેમના જ મિત્રએ બિઝનેસમાં 15 કરોડોનો ચુનો લગાડ્યો છે. જણાવી દઇએ કે, ધોનીએ અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના સૌમ્યા બિસ્વાસ અને મિહિર દિવાકર વિરુદ્ધ રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. જેના કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મિહિર દિવાકર પર આરોપ છે કે તેણે મહેન્દ્ર સિંહ ધોની સાથે 2017માં ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર કર્યો હતો. જેમાં વિશ્વના ઘણા મોટા શહેરોમાં ક્રિકેટ એકેડમી ખોલવાની યોજના હતી, પરંતુ આ ડીલના તમામ નિયમો અને શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો.

બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ ઘણી મોકલી હતી નોટિસો

ધોનીએ 2021 માં શરતોનું પાલન ન કર્યા પછી અર્કા સ્પોર્ટ્સને નોટિસ મોકલી હતી. આ સાથે અર્કા સ્પોર્ટ્સને આપવામાં આવેલા અધિકારો રદ કરવામાં આવ્યા હતા. ધોનીએ તેના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ ઘણી નોટિસો મોકલી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. વિધી એસોસિએટ્સ દ્વારા એમએસ ધોનીનું પ્રતિનિધિત્વ કરતા દયાનંદ સિંહે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, અર્કા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. તેના કારણે મહેન્દ્ર સિંહ ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

શું છે સમગ્ર ઘટના ?

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) એ સૌમ્ય બિસ્વાસ અને મિહિર દિવાકર સાથે ભાગીદારીમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે કરાર કર્યા હતા. કરાર મુજબ, ત્રણેય ભાગીદારોએ રોકાણ કરીને નફો વહેંચવાનો હતો પરંતુ અન્ય ભાગીદારો દ્વારા ચૂકવણી ન કરવાને કારણે, ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

IPL 2024માં Dhoni રમતા જોવા મળશે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીના નામે 3 ICC ટ્રોફી છે (2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી), તે આવું કરનાર એકમાત્ર કેપ્ટન છે. તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે, રોહિત શર્મા પણ મુંબઈ માટે પાંચ વખત IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. હવે ધોની IPL 2024માં રમતા જોવા મળશે. તેણે 250 IPL મેચમાં 5082 રન બનાવ્યા છે. જેમાં 142 કેચ અને 42 સ્ટમ્પ પણ સામેલ છે.

આ પણ વાંચો – ROHIT SHARMA : ભારતમાં પણ મોં બંધ રાખો… રોહિત શર્માએ આવું કેમ કહ્યું ?

આ પણ વાંચો – IND vs SA Test Match: IND એ માત્ર દોઢ દિવસમાં કેપટાઉન ટેસ્ટ જીતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ