+

Mahavir Jayanti 2024: આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ, જૈન સમુદાયમાં અનેરો આનંદ

Mahavir Jayanti 2024: આજે હિંદુ પંચાગ પ્રમાણે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તીથિએ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ દિવસ છે. જૈન અનુયાયીઓ ભગવાન મહાવીરની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી…

Mahavir Jayanti 2024: આજે હિંદુ પંચાગ પ્રમાણે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તીથિએ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ દિવસ છે. જૈન અનુયાયીઓ ભગવાન મહાવીરની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વખતે મહાવીર જયંતિ 21 એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવી રહીં છે. ભગવાન મહાવીરને વર્ધમાન, વીર, અતિવીર અને સનમતિ પણ કહેવામાં આવે છે. તેમણે સમગ્ર સમાજને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો. આ દિવસે જૈન સમાજ જૈન મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરે છે, જ્યારે આ દિવસે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી

ભગવાન મહાવીરનો જન્મ ઇ.સ પૂર્વે 599માં થયો હોવાનું માનવામાં આવે છે. તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ અને માતાનું નામ રાણી ત્રિશલા હતું. મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. એવું કહેવામાં આવે છે કે 12 વર્ષની કઠોર તપસ્યા બાદ ભગવાન મહાવીરને પોતાની દરેક ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. આ તપસ્યા બાદ તેમને દિગંબર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યા હતા. મહાવીર સ્વામીને જન્મ દિવસે જૈન મંદિરનો ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉત્સવ ઉજવવામાં આવે છે.

ભોપાલમાં 9 જિનાલયોમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળશે

મળતી વિગતો પ્રમાણે 21 એપ્રિલે ભગવાન મહાવીરની જ્યંતીના પાવન અવસર પર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 9 જિનાલયોમાં ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે. આ પ્રસંગે દિગંબરા અને શ્વેતાંબર સમુદાયના મંદિરોમાં ભગવાન મહાવીરનો મહામસ્તકાભિષેક કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ જૂના શહેરના દિગંબર જૈન મંદિર ચોક ખાતે યોજાશે, જ્યાં ત્રણ દિવસ સુધી જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ભગવાન મહાવીરને પ્રસન્ન કરવા તેમની પૂજા કરાય છે

જૈન ધર્મમાં મહાવીર જ્યંતીનું ખુબ જ વધારે મહત્વ હોય છે. આજના દિવસે આ ઉત્સવને જૈન સમુદાયના લોકો વિશેષ ઉલ્લાસ સાથે ધામધૂનથી ઉજવણી કરતા હોય છે. આ તહેવાર નિમિત્તે તેઓ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને ભગવાન મહાવીરને પ્રસન્ન કરવા તેમની પૂજા કરે છે. વાસ્તવમાં મહાવીરજીએ પોતાના જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની અપ્રતિમ તપસ્યાના પરિણામે તેમને વર્ધમાનમાંથી મહાવીર કહેવામાં આવ્યા.

આ પણ વાંચો: Pran Pratishtha Mohotsav : ખોરજમાં યોજાઈ રહ્યું છે ગુજરાતનું ઐતિહાસિત સંત સંમેલન, અહીં જુઓ LIVE

આ પણ વાંચો: Rashi Bhavishya : આ રાશિના જાતકોનો આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહે

Whatsapp share
facebook twitter