+

સુરતના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન

યોગી આદિત્યનાથના ગુરુભાઈ રાકેશ મહારાજનું નિધન છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા લાંબા સમયથી મંદિરમાં સેવા આપી રહ્યા હતા છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.…
  • યોગી આદિત્યનાથના ગુરુભાઈ રાકેશ મહારાજનું નિધન
  • છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
  • લાંબા સમયથી મંદિરમાં સેવા આપી રહ્યા હતા

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે.

રાકેશ મહારાજ ક્ષેત્રપાલ હનુમાન મંદિરના હતા  મહંત 

સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. યોગી આદિત્યનાથના ગુરુભાઈ મહંત રાકેશ મહારાજનું નિધન થયું છે. ક્ષેત્રપાલ મંદિર સુરતનું અતિપ્રાચીન મંદિર છે અને ત્યાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ શનિવારે અને મંગળવારે જોવા મળતી હોય છે. ત્યારે મહંતના અચાનક નિધનથી ભક્તોમાં શોકનો માહોલ છે.

ત્યારે ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાકેશ મહારાજ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં હતા. જ્યાં મોડી રાત્રે તબિયત લથડી અને હૃદય હુમલો આવ્યો હતો અને જે પછી તેમનું નિધન થયું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે.

Whatsapp share
facebook twitter