Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Madhya Pradesh Murder Case: બજરંગ દળના યુવકે પ્રેમમાં ના સ્વીકરી ન શક્યો

07:32 PM Jan 23, 2024 | Aviraj Bagda

Madhya Pradesh Murder Case: મધ્ય પ્રદેશના યુવકે પ્રમની ગાથામાં આતંકીરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના પચંમહાલના ગોધરા તાલુકામાં ઘટી હતી. આ ઘટનાએ ગોધરા તાલુકાના યુવાનોને હચમચાવી નાખ્યા છે. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ ગામમાં રહેતા અને બજરંગ દળના સંયોજક રીતે સેવા કરતો મહુનેશ સોલંકી હતો.

  • પ્રમી યુવક ગોધરા સુધી પહોંચી ગયો
  • જિમ્મી શાહને પ્રમ સંબંધ વિશે જાણ થઈ
  • અપહરણ અને મર્ડરની યોજના ઘડાઈ
  • ઘટના સંબંધતી 6 લોકોની કરાઈ ધરપકડ

પ્રમી યુવક ગોધરા સુધી પહોંચી ગયો

Madhya Pradesh Murder Case

આરોપી મહુનેશને રાજગઢ ગામમાં રહેતી યુવતી આશી સાખે પ્રેમ સંબંધ હતો. પરંતુ કથિત રીતે આશીની સગાઈ ગોધરામાં રહેતા યુવક જિમ્મી શાહ સાથે થઈ હતી. આ અંગે જાણ થતા મહુનેશ તારીખ 13 ના રોજ ગોધરા આવવા માટે નીકળ્યો હતો. ગોધરાના બામરોલી રોડ પર રહેતા જિમ્મી શાહને મળવા ગયો હતો.

જિમ્મી શાહને પ્રમ સંબંધ વિશે જાણ થઈ

ત્યાર બાદ સગાઈ થનાર યુવકના ઘરના સભ્ય અને જિમ્મી શાહને પ્રેમ સબંધની વાત કરી હતી. પરંતુ આ વાર્તાલાપમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. ત્યારે મહુનેશે અને તેના સાથીદોરોએ પ્રમિકાના મંગેતરનું અપહરણ કરવાની યોજના ઘડી હતી. ત્યારે આ ઘટનાને અંજામ પણ આપવામાં આવ્યો હતો.

અપહરણ અને મર્ડરની યોજના ઘડાઈ

Madhya Pradesh Murder Case

ગોધરાના વાવડી બુઝુર્ગના મૂન લાઈટ સિનેમા સામેથી  જિમ્મી શાહનું કાર દ્વારા  અપહરણ કરવામાં આવ્યું હતું. જિમ્મી શાહ કારમાં બેસવાની પાડવા છતાં યુવકને કારમાં બેસાડી મધ્ય પ્રદેશ તરફ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે મધ્ય પ્રદેશના કલ્યાણપરા ગામ પાસે પ્રેમી યુવકની મફલરથી ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી હતી.

ઘટના સંબંધતી 6 લોકોની કરાઈ ધરપકડ

આરોપી મહુનેશે હત્યા બાદ લાશને પેટ્રોલ છાંટી સળગાવી દેધી હતી. ત્યારે પ્રેમી યુવકના માતા પિતાએ ગોધરાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ કરતા અપહરણ અને હત્યામાં સંડવાયેલા દિલીપ જૈન સહિત ગોધરાના 5 ઈસમો મળી કુલ 6 ઇસમોની ધરપકડ કરી છે. આ ગંભીર ગુનામાં કલમ 302 તથા 201 મુજબનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: PANCHMAHAL : ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં વસુલવામાં આવતા કાર્યવાહી કરાઇ