+

Madhya Pradesh : ડિંડોરીમાં મોટી કરૂણાંતિકા, પીકઅપ વાન પલટી જતાં 14 લોકોના મોત

મધ્યપ્રદેશના ડિંડોરી (Dindori) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માત (Accident) માં 14 લોકોમા મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. ઈજાગ્રસ્તોને…

મધ્યપ્રદેશના ડિંડોરી (Dindori) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માત (Accident) માં 14 લોકોમા મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ (Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શાહપુરા પોલીસ સ્ટેશન (Shahpura police station) અને બિચિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં બની હતી. દુર્ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી મોહન યાદવે (Chief Minister Mohan Yadav) શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.

અકસ્માતમાં 14 લોકોના મોત

ડિંડોરી જિલ્લામાં પીકઅપ વાહન કાબુ બહાર જઈને પલટી મારી ગયું હતું જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે 14 લોકોના મોત થયા છે અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકો બેબી શાવરમાંથી પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને શાહપુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિશે જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને જાણ થઇ કે તેમણે આ કરૂણ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય

રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટર પર લખ્યું છે કે, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં એક વાહન અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના અકાળે મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ તકલીફ સહન કરવાની શક્તિ આપે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચનાથી કેબિનેટ મંત્રી શ્રીમતી સંપતિયા ઉઇકે ડીંડોરી પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો – Jharkhand : દુઃખદ અકસ્માત! જામતારામાં ટ્રેનની અડફેટે આવતા અનેક લોકોના મોતના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter