Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Taral Bhatt : 2 હજાર કરોડના સટ્ટાકાંડમાં માનવતા ભારે પડી, તરલ ભટ્ટે મહાકાંડ કર્યો

05:10 PM Jan 31, 2024 | Bankim Patel

Taral Bhatt : તત્કાલિન અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) ની નિવૃત્તિના મહિના અગાઉ ખેલાયેલા તોડકાંડમાં પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. વર્ષ 2023ના માર્ચ મહિનાના અંતમાં અમદાવાદના માધવપુરામાંથી પકડાયેલા 2 હજાર કરોડના સટ્ટાકાંડમાં તરલ ભટ્ટ (Taral Bhatt) ની ટોળકીની ગંદી ભૂમિકા જે તે સમયે જ સામે આવી ગઈ હતી. રાજ્ય પોલીસ વડા (Gujarat DGP) વિકાસ સહાયે (Vikas Sahay IPS) એપ્રિલ-2023ના મધ્યમાં સટ્ટાકાંડની તપાસ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) પાસેથી આંચકી લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને સોંપી દીધી હતી. PI Taral Bhatt ની ટોળકીએ લાખો રૂપિયાના તોડ કરતાં હોવાની ઠોસ માહિતી DGP અને SMC પાસે હતી. આમ છતાં તરલ ભટ્ટ અને ત્રણ પોલીસ કર્મચારીઓ (વહીવટદાર) સામે કડક કાર્યવાહી નહીં કરી શહેર બહાર બદલી કરી માનવતાવાદી DGP વિકાસ સહાયે સંતોષ માન્યો હતો. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં વિલંબ થતાં પૂરાવાઓને નુકસાન પહોંચ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ક્રિકેટ સટ્ટાકાંડમાં તોડ કરવા ED ની ધમકી

રાજ્યના સૌથી મોટા મનાતા કિક્રેટ સટ્ટા બેટિંગ અને હવાલાકાંડ (Hawala Racket) નો અમદાવાદ પીસીબી (Ahmedabad PCB) એ ભાંડો ફોડ્યો હોવાનો દાવો કર્યો હતો. આ મામલાની તપાસ માટે EOW DCP ભારતી પંડ્યા (Bharti Pandya) ના અધ્યક્ષ સ્થાને SIT ની રચના કરાઈ હતી. તત્કાલિન પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવે તરલ ભટ્ટને SIT ના સભ્ય બનાવ્યા હતા. એક તરફ તપાસ ચાલતી હતી તો બીજી તરફ તરલ ભટ્ટ અને ટોળકીના સભ્યો સટ્ટાકાંડમાં પરોક્ષ રીતે જોડાયેલા લોકોનો તોડ કરવામાં વ્યસ્ત બની ગયા હતા. જુનાગઢ પોલીસ (Junagadh Police) ની જેમ જ માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં લોકોને ED ના નામે ડરાવી તરલ અને તેમની ટોળકીએ રીતસરની લૂંટ શરૂ કરી હતી.

Taral Bhatt & Company ની બદલી કરાઈ

Gujarat DGP વિકાસ સહાયે સટ્ટાકાંડની તપાસ SMC ને સોંપતા પીસીબી પીઆઈ (PCB PI) તરલ ભટ્ટ અને પોલીસ કર્મચારીઓ તુષારદાન ગઢવી, નૌશાદ અને હિંમતસિંહની કુંડળી સામે આવી ગઈ હતી. આ ઉપરાંત રાજ્ય ગુપ્તચર વિભાગ (State Intelligene Bureau) માં ફરજ બજાવતા પીઆઈ એચ. બી. બાલીયા (PI H B Baliya) પણ આ ટોળકીમાં બહારથી સામેલ હતા. SIT ના અધ્યક્ષ ભારતી પંડ્યાએ DGP સમક્ષ આખો તોડકાંડ ઉઘાડો પાડી દીધો હતો. SMC ને પણ સટ્ટાકાંડની તપાસ દરમિયાન ભટ્ટ અને તેની ટોળકીના કારનામાઓની જાણ થઈ હતી.

55 લાખનો તોડ કર્યો, 15 લાખ પરત આપ્યા

માધવપુરા સટ્ટા-હવાલાકાંડમાં Taral Bhatt ની ભૂંડી ભૂમિકાના પૂરાવા-નિવેદન SMC ને હાથ લાગ્યા છે. તપાસનો રિપોર્ટ DGP વિકાસ સહાયને સોંપી દેવાયો છે. બેંક એકાઉન્ટની માહિતી પરથી તરલ ભટ્ટે (Taral Bhatt)વહીવટદારો અને પીઆઈ બાલીયાની મદદથી અનેક લોકોનો તોડ કર્યો હતો. જે પૈકી 3 લોકોની હકિકત પોલીસને હાથ લાગી હતી. બે લોકો પાસેથી 20-20 લાખ રૂપિયા અને અન્ય એક પાસેથી 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. SMC તોડકાંડ મામલે તપાસ કરી રહી હોવાની ગંધ આવતા એક વ્યકિતને તોડના 15 લાખ રૂપિયા પરત કરી દીધા હતા.

આ પણ વાંચો : Junagadh Police : મહા તોડકાંડથી SP હર્ષદ મહેતા વાસ્તવમાં હતા અજાણ ?