Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નમાઝનો વિડીયો વાયરલ થયા બાદ લુલુ મોલે નોંધાવી FIR, કોઈ પણ ધાર્મિક પ્રાર્થનાની મંજૂરી નથી

06:04 PM Apr 22, 2023 | Vipul Pandya

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લુલુ મોલના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે મોલ તમામ ધર્મોનું સન્માન કરે છે, પરંતુ આ સ્થળે કોઈપણ ધાર્મિક કાર્યો અથવા પ્રાર્થનાની મંજૂરી આપતું નથી. મોલ પરિસરમાં નમાજ અદા કરી રહેલા લોકોના સમૂહનો એક કથિત વિડીયો વાયરલ થયા બાદ મેનેજમેન્ટ દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોલના કર્મચારીઓએ જ નમાજ અદા કરી રહ્યાં હતા જો કે કથિત રીતે તે કોઇ અન્ય લોકો હતા. મોલના જનરલ મેનેજર સમીર વર્માએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મોલ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવે છે.
વીડિયો વાયરલ થયા બાદ અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ મોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. બાદ આ ઘટનાએ નવો વિવાદ ઉભો કર્યો છે. હિંદુ જૂથે શુક્રવારે મોલની સામે સુંદરકાંડના પાઠ કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી પરવાનગી પણ માંગી હતી.
મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ કહ્યું, “ચોક્કસ સમુદાયના લોકોને મોલની અંદર નમાજ પઢવાની છૂટ આપવામાં આવી રહી છે. મોલ સત્તાવાળાઓએ હિંદુઓ અને અન્ય સમુદાયના લોકોને પણ પ્રાર્થના કરવા દેવી જોઈએ.” તેમણે આરોપ લગાવ્યો કે ગુરુવારે તેમને મોલમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. હિંદુ જૂથે મોલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને દાવો કર્યો હતો કે મોલના 70% કર્મચારીઓ મુસ્લિમ છે અને આમ કરીને તેઓ તુષ્ટિકરણ કરી રહ્યાં છે.

મોલ સત્તાવાળાઓની ફરિયાદના પગલે પોલીસે આ કેસમાં કલમ 153A (ધર્મના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295A (ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો), 341 (ખોટી સંયમ માટે સજા)ની કલમો  હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.  
નોંધનીય છે કે મકોચી, તિરુવનંતપુરમ અને બેંગ્લોર પછી, અબુ ધાબી સ્થિત લુલુ ગ્રુપે લખનૌના સુશાંત ગોલ્ફ સિટીમાં પોતાનો નવો મોલ ખોલ્યો હતો. આ મોલનું ઉદ્ઘાટન 10 જુલાઈના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. આ કાર્યક્રમમાં લુલુ ગ્રુપના ચેરમેન ભારતીય મૂળના અબજોપતિ યુસુફ અલી એમએ સહિત ઘણાં બિઝનેસ ટાયફૂન હાજર રહ્યાં હતા