+

ઉંચા વળતરની લાલચ આપી ઓનલાઇન ફ્રોડ કરનારા લખનૌના 3 પકડાયા 

અહેવાલ – મહેશ યાદવ – વિરમગામ  ફેસબુક એપ ઉપર એલાયન્સ સોલ્યુશન કંપનીમાં રોકાણ કરી કંપનીના હેડ તરીકે ઓળખાણ આપી ઉંચુ વળતર આપવાની લાલચ આપી 3.50 લાખ પડાવી લેનારી સાયબર ઠગ…
અહેવાલ – મહેશ યાદવ – વિરમગામ
 ફેસબુક એપ ઉપર એલાયન્સ સોલ્યુશન કંપનીમાં રોકાણ કરી કંપનીના હેડ તરીકે ઓળખાણ આપી ઉંચુ વળતર આપવાની લાલચ આપી 3.50 લાખ પડાવી લેનારી સાયબર ઠગ ટોળકીના 3 ભેજાબાજને વિરમગામ પોલીસે લખનૌથી ઝડપી પાડ્યા હતા. આ શખ્સોએ વળતર પેટે રકમના આઠ થી દસ ટકા નક્કી કરી અલગ અલગ સમયે રૂપિયા 3,50,000 ફરિયાદીના ખાતામાંથી આરોપીના ખાતામાંથી સેરવી લીધા હતા. .
પોલીસે તપાસ શરુ કરી
આ ફરિયાદ નોંધાતા વિરમગામ ટાઉન પોલીસે ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. પોલીસે આરોપીના બેન્ક એકાઉન્ટ માંથી kyc અને  મોબાઈલ નંબરની કોલ ડેટા તથા મોબાઈલ ફોનના આઇએમઇઆઇ નંબરથી તપાસ કરતાં આરોપીઓ લખનૌમાં હોવાની જાણ થઇ હતી. જેથી આરોપીઓનું લોકેશન શોધી અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ સાથે લખનૌમાં ઉંડી તપાસ કરી હતી. દરમિયાન આરોપીઓ લખનૌના સીટાડેલ એપાર્ટમેન્ટ માંથી ઝડપાયા હતા.
3 આરોપી ઝડપાયા
 તેમના ઘરની તલાસી લેતા 2,70,000 રોકડ રકમ તથા  સોનાના બિસ્કીટ નંગ 2 , સોનાની વીંટી , સોનાની ચેન , 8 મોબાઇલ ફોન અને લેપટોપ તથા રોકડ મળીને 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે  શંકર રામ કૃપા મિશ્રા, વિકાસકુમાર રવિન્દ્રપ્રસાદ જયસ્વાલ અને યોગેશ રમેશ શાહની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.  તપાસ દરમિયાન વિરમગામ ટાઉન, અમદાવાદ સાયબર પોલીસ, અમરોલી (સુરત) , સલાબતપુરા (સુરત) અને ખવડિયા ( બિહાર) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ભેદ ઉકેલાયા હતો.
Whatsapp share
facebook twitter