+

ટૂર્નામેન્ટની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સને લાગ્યો સૌથી મોટો ઝટકો

ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડ ગયા અઠવાડિયે નોર્થ સાઉન્ડ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથની કોણીમાં ઇજા થવાથી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે IPL 2022 ચૂકી જશે.લખનઉ સુપર જાયન્ટ્સ માટે એક મોટો આંચકો કહી શકાય તેવી માહિતી સામે આવી છે. જીહા, માર્ક વૂડને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2022 આવૃત્તિમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે એન્ટિગુઆમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્àª
ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડ ગયા અઠવાડિયે નોર્થ સાઉન્ડ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથની કોણીમાં ઇજા થવાથી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે IPL 2022 ચૂકી જશે.
લખનઉ સુપર જાયન્ટ્સ માટે એક મોટો આંચકો કહી શકાય તેવી માહિતી સામે આવી છે. જીહા, માર્ક વૂડને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2022 આવૃત્તિમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે એન્ટિગુઆમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને કોણીમાં ઈજા થઈ હતી. આ જ કારણે તેને બાર્બાડોસમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાંથી પણ બહાર રહેવાની ફરજ પડી હતી. વૂડની ઈજાને સાજા થવામાં થોડો સમય લાગતો હોવાથી તે IPL 2022માં નહીં રમે. કેશ રિચ લીગની આગામી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. 
નોંધનીય છે કે, વૂડ સૌથી ઝડપી બોલરોમાંથી એક છે અને તેના T20 નંબરો પણ ખૂબ જ પ્રભાવશાળી છે. આ કારણે ગત મહિને મેગા ઓક્શનમાં તેને લેવા માટે ઘણી ફ્રેન્ચાઈઝી પાછળ પડી ગઈ હતી. જો કે, લખનઉ સુપર કિંગ્સે હરાજીની બિડ જીતી લીધી અને તેને 7.5 કરોડ રૂપિયામાં વૂડની સર્વિસ મળી ગઇ. ESPNcricinfoના અહેવાલ મુજબ, સ્ટાર ફાસ્ટ બોલર આ સિઝનમાં ટીમની સેવા નહીં કરે. એવું જાણવા મળે છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ સિઝનમાં વૂડની ગેરહાજરી અંગે લખનઉ સુપર જાયન્ટ્સના અધિકારીઓને મેડિકલ અપડેટ મોકલ્યું છે. ફ્રેન્ચાઈઝીએ હજુ કોઈ રિપ્લેસમેન્ટનું નામ આપ્યું નથી. 
વૂડનો એકમાત્ર IPL દેખાવ 2018માં નોંધાયો હતો, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. વૂડે તેની ચાર ઓવરના ક્વોટામાં 49 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. જો કે, તે તાજેતરમાં T20I માં ઈંગ્લેન્ડ માટે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. સૌથી ટૂંકા આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 19 મેચોમાં, વૂડે 8.76ના ઇકોનોમી રેટથી 26 વિકેટ લીધી છે. T20 વર્લ્ડ કપ 2021માં ઈંગ્લેન્ડને સેમિફાઈનલમાં લઈ જવામાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 
આ બધા કારણોસર, તે LSG લાઇન-અપમાં પ્રથમ પસંદગીના ખેલાડીઓમાંનો એક હોત. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમને હવે બીજા શક્તિશાળી ઝડપી બોલિંગ વિકલ્પની જરૂર છે. LSG 28 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી નવી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે તેમના IPL અભિયાનની શરૂઆત કરશે.
Whatsapp share
facebook twitter