+

LSG vs DC: IPL 2024 માં ડેબ્યુ ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કેની મદદથી દિલ્હીએ લખનૌ પર ફતેહ મેળવી

LSG vs DC: IPL 2024 માં આજે Delhi Capitals એ Lucknow Super Giants ને 6 વિકેટે હરાવ્યું. LSG એ પ્રથમ બેટિંગ કરીને DC ને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો…

LSG vs DC: IPL 2024 માં આજે Delhi Capitals એ Lucknow Super Giants ને 6 વિકેટે હરાવ્યું. LSG એ પ્રથમ બેટિંગ કરીને DC ને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. LSG એ 18.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. IPL માં Lucknow Super Giants સામે Delhi Capitals નો આ પ્રથમ વિજય છે. અગાઉ દિલ્હી LSG સામે સતત ત્રણ મેચ હારી ગયું હતું.

  • LSG અને DC વચ્ચે યોજાએલી મેચમાં DC નો વિજય
  • Delhi Capitals આ મેચમાં મોટા ફેરફારો કર્યા
  • LSG અને DC વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ યોજાઈ

આ મેચમાં જેક ફ્રેઝર-મેકગર્ક દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો હતો. પોતાની ડેબ્યૂ IPL Match માં જેકે 35 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. જેમાં 5 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી LSG ની ટીમે સાત વિકેટે 167 રન બનાવ્યા હતા. LSG તરફથી આયુષ બદોનીએ 55 રનની ઇનિંગ રમી હતી.

Delhi Capitals આ મેચમાં મોટા ફેરફારો કર્યા

જોકે LSG એ 94 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. LSG કેપ્ટન કેએલ રાહુલે પણ 39 રન અને ક્વિન્ટન ડી કોકે 19 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. Delhi Capitals આ મેચમાં મોટા ફેરફારો કર્યા હતા. સ્પિનર ​​કુલદીપ યાદવની પ્લેઈનિંગ 11 માં પસંદગી કરવામાં આવી હતી. આ સાથે જ ઝડપી બોલર મુકેશ કુમાર, કેરેબિયન ક્રિકેટર શાઈ હોપ અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેક ફ્રેઝર-મેકગર્કને પણ તક મળી હતી.

LSG અને DC વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ યોજાઈ

Delhi Capitals એ અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. જેમાં તેણે એકમાં જીત મેળવી છે. બીજી તરફ LSG એ ચારમાંથી ત્રણ મેચ જીતી છે. જો જોવામાં આવે તો IPL માં Lucknow Super Giants અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. Lucknow Super Giants એ આ ત્રણેય મેચ જીતી છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે છેતરપિંડી મામલે આરોપી ભાઇ વૈભવે કર્યો ચોંકાવનારો ખુલાસો

Whatsapp share
facebook twitter