Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘પ્રેમની કોઈ સરહદો હોતી નથી’, મુંબઈનો વરરાજા દુલ્હન લેવા પહોંચ્યો પાકિસ્તાન

12:36 PM May 03, 2023 | Dhruv Parmar

ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ સંબંધોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી રહે છે. પરંતુ, એક ભારતીય યુવક લગ્ન કરવા માટે પાકિસ્તાન જાન લઈને પહોંચ્યો છે. મુંબઈના મહિન્દ્ર કુમારે પાકિસ્તાની યુવતી સંજુ કુમારી સાથે લગ્ન કર્યા છે. મહેન્દ્ર કુમાર એક વકીલ છે જે સોશિયલ મીડિયા પર સંજુક્તાને મળ્યા હતા. થોડા દિવસો સુધી વાત કર્યા પછી બંને પ્રેમમાં પડ્યા.

મહત્વનું છે કે, આ ખાસ લગ્ન માટે મહિન્દ્રાનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચ્યો હતો. હવે બંનેએ પાકિસ્તાનના સુક્કરમાં લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્રા લગ્ન માટે આખા પરિવાર સાથે પાકિસ્તાન ગયા હતા.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પરિવારોએ એકબીજા સાથે વાત પણ કરી હતી. બંને પરિવાર વોટ્સએપ દ્વારા જોડાયેલા હતા. ગયા અઠવાડિયે મહેન્દ્ર તેના પરિવાર સાથે પાકિસ્તાન પહોંચી ગયો હતો અને બંનેએ સિંધના સુક્કુરમાં લગ્ન કર્યા હતા. સિંધી ગીતો પર ડાન્સ કરીને આ લગ્નની મજા માણી હતી. બંને પરિવારોના સભ્યો અને સિંધના હિન્દુ સમુદાયના લોકોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : કર્ણાટક વડાપ્રધાન મોદી બાળકોને મસ્ત અંદાજમાં મળ્યા, જુઓ Video