+

સુરતમાં લાપરવાહીની હદ તો જુઓ! નાના બાળકના હાથમાં આપી દીધું બાઈકનું સ્ટીયરિંગ

Surat News : સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં માતા-પિતા પોતાના નાના બાળકો (Small Child) ને વાહન આપતા નથી. જોકે, ઘણીવાર તમે જોયું જ હશે કે ઘરના જ કોઇ વડીલ નાના બાળકના…

Surat News : સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં માતા-પિતા પોતાના નાના બાળકો (Small Child) ને વાહન આપતા નથી. જોકે, ઘણીવાર તમે જોયું જ હશે કે ઘરના જ કોઇ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ (Steering) આપી દે છે. આવું એકવાર ફરી જોવા મળ્યું છે. જણાવી દઇએ કે, સુરત (Surat) ના અઠવા ગેટ વિસ્તારમાં એક નાના બાળક (Bike) નો બાઈક ચલાવતો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, આ બાળકની પાછળ એક શખ્સ બેઠો છે, જે જોઇ રહ્યો છે કે બાળકના હાથમાં સ્ટીયરિંગ (Steering) છે, જેની એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

નાના બાળકના હાથમાં આપી દીધું બાઈકનું સ્ટીયરિંગ

બાઈકની પાછળ બેઠેલો શખ્સ એટલો બિંદાસ્ત બેઠો છે કે જાણે બાઈક કોઇ નાનુ બાળકની પણ કોઇ યંગસ્ટર ચલાવતો હોય. આ લાપરવાહીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કથિત રીતે નાનપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. નાના બાળકને સ્ટીયરિંગ આપી પાછળ શાંતિથી બેઠેલા શખ્સનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો છે. આ 13 સેકન્ડના વીડિયોમાં Honda Dream Yuga બાઈક નંબર GJ 05 KC 4315 પર નાના બાળકને જોઇ એક સમયે તમે પણ ચોંકી જશો. સૌથી મહત્વનું છે કે, જે શખ્સે તેને સ્ટીયરિંગ આપ્યું છે તેને તે પણ ડર નથી કે બાળકની એક નાની ભૂલ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે.

8 મહિના પહેલા પણ આવો જ એક વીડિયો થયો હતો વાયરલ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા વીડિયો તમે ઘણીવાર જોયા જ હશે. ત્યારે આ પહેલા પણ સુરતના જ એક બ્રિજ પરનો વીડિયો વાયરલ થયો હતો જેમા પણ એક નાના બાળકના હાથમાં મોપેડનું સ્ટીયરિંગ આપી દેવામાં આવ્યું હતું. આ ઘટના 8 મહિના પહેલાની છે. એક પિતા મોપેડ લઈને જઈ રહ્યા છે અને આગળ એક નાનું બાળક છે જેને ઊભું રાખ્યું છે. એટલું જ નહીં, તેમણે આ નાના બાળકને મોપેડ ચલાવવા આપ્યું છે. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પાછળ આવતા વાહનચાલકે ઉતારી વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતા આવા વીડિયો પર સ્થાનિક પોલીસનું ધ્યાન જશે અને તેઓ કોઇ કડક કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું.

જુઓ Video

આ પણ વાંચો – Ahmedabad : બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ યુવકોનો Video Viral

આ પણ વાંચો – Ahmedabad : જાહેર માર્ગ પર ચાલુ બાઈકે અભદ્ર હરકતો કરતા યુવક-યુવતીનો Video વાઈરલ

Whatsapp share
facebook twitter