+

Daman : દમણની જાહેરસભામાં અમિત શાહે કર્યો હૂંકાર….

Daman : લોકસભાની ચૂંટણીને આડે હવે ત્રણ દિવસો બચ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષના અગ્રણીઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બોડેલી, વાંસદા ( Daman)…

Daman : લોકસભાની ચૂંટણીને આડે હવે ત્રણ દિવસો બચ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષના અગ્રણીઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બોડેલી, વાંસદા ( Daman) ખાતે જાહેરસભાને સંબોધન કરીને દમણ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું.

2024ની ચૂંટણીને લઇ લોકો સામે માત્ર બે જ વિકલ્પ છે

દમણમાં યોજાયેલી જાહેરસભામાં અમિત શાહે કહ્યું હતું કે દમણ દીવ અને દાદરા નગર હવેલીના આઝાદીના સ્વતંત્ર સેનાનીઓને નમન કરું છું. 2024ની ચૂંટણીને લઇ લોકો સામે માત્ર બે જ વિકલ્પ છે એક બાજુ ચાંદીની ચમચી લઈને પેદા થયેલા રાહુલ ગાંધી અને બીજી બાજુ ગરીબ ચા વેચવાવાળાના ઘરે પેદા થયેલા નરેન્દ્ર મોદી છે. એક બાજુ ગોટાળાઓ કરવા વાળા ઈંડી ગઠબંધન છે તો બીજી બાજુ અત્યાર સુધીના શાસનમાં 25 પૈસાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નહીં લાગેલા નરેન્દ્ર મોદી છે.

અમે ડંકાની ચોટ પર રામ મંદિર પણ બનાવ્યું

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનો મતલબ આ દેશમાંથી હંમેશા આતંકવાદ અને નક્ષલવાદના સમાપ્ત કરવાનો છે. દેશને દુનિયાના ત્રીજા નંબરનું અર્થતંત્ર વાળો દેશ બનાવો છે. વડાપ્રધાને આ દેશના ચાર કરોડ ગરીબોને આવાસ અને ત્રણ કરોડ બહેનોને લખપતિ દીદી બનાવી દીધા છે. એ લોકો કહે છે કે જમ્મુ કાશ્મીર અને દેશને શું લાગે છે?? 500 વર્ષ પછી પ્રભુશ્રીરામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજે છે. અમે ડંકાની ચોટ પર રામ મંદિર પણ બનાવ્યું. મહાકાળીના મંદિરનું શિખર પણ સજાવ્યું અને સોમનાથનું મંદિર પણ સોનાનું બનવા જઈ રહ્યું છે.

પ્રોબ્લમ તમારામાં છે જ્યાં જશો ત્યાં હારશો

આખા ભારતે પણ ટીકો લગાવી લીધો અને એક દિવસ રાત્રે રાહુલ બાબા અને પ્રિયંકાએ પણ ટીકા લગાવવી લીધો. આ વખતે ભાઈને વાયનાડમાં જોખમ લાગે છે એટલે આ વખતે રાયબરેલીમાં છે. અરે રાહુલ બાબા અહીંથી ત્યાં ત્યાંથી અહીંયા શું કરો છો. હું આપને જણાવી દઉં છું સીટોમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લમ તમારામાં છે જ્યાં જશો ત્યાં હારશો. . તેમણે કહ્યું કે સામેવાળી પાર્ટી જીતે તો વડાપ્રધાન કોણ બનશે?? એ લોકો પાસે કોઈ નામ પણ નથી. આ પરચુરણની દુકાન થોડી છે? કે એક એક પછી દેશ ચલાવશે. આ લોકો દેશમાં સતા પર આવે તો શું તેઓ કોરોના જેવી મહામારીમાં દેશ ચલાવી શકશે શું ? પાકિસ્તાન અને આતંકવાદ સામે તેઓ ઉભા રહી શકશે શું.? કરોડો ગરીબોના ભલું કરી શકશે કે ?

કેન્દ્ર સરકાર દ્વારા થયેલા કામોને લોકો સામે ગણાવ્યા

અમિત શાહે દમણ દીવ અને દાદર નગર હવેલીમાં કેન્દ્ર સરકાર દ્વારા થયેલા કામોને લોકો સામે ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા નો મતલબ પુરા સંસારમાં ભારતને સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવાનો છે.

આ પણ વાંચો—– Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

આ પણ વાંચો— Amit Shah: રાહુલબાબા વાયનાડમાં હારવાના છે એટલે રાયબરેલી ગયા…

Whatsapp share
facebook twitter