+

Bhavnagar : વારંવાર અપમાનથી હવે મહા આંદોલનની જરુર

Bhavnagar : ભાવનગર (Bhavnagar) ના INDIના ઉમેદવાર ઉમેશ મકવાણાના બેફામ બફાટથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ઉમેશ મકવાણાના નિવેદનને વખોડી કાઢીને મહા આંદોલન કરવાની ચીમકી…

Bhavnagar : ભાવનગર (Bhavnagar) ના INDIના ઉમેદવાર ઉમેશ મકવાણાના બેફામ બફાટથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ઉમેશ મકવાણાના નિવેદનને વખોડી કાઢીને મહા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા

ગુજરાત ફર્સ્ટના લાઇવ સ્ટુડીઓમાં અમારા સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં ભાવનગરથી AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ મોટો બફાટ કર્યો છે. ઉમેશ મકવાણાએ કહ્યું કે રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા હતા. તેમણે કહ્યું કે અંગ્રેજો ભારત આવ્યા અફીણ લાવ્યા અને અફીણનો નશો કરાવ્યો છે. અંગ્રેજોએ રાજા-રજવાડાને અફીણ ખાતા કરી દીધા તેવું નિવેદન ઉમેશ મકવાણાએ આપ્યું છે.

હું પરશોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માગુ

આ પ્રકારના નિવેદન બાદ ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે નિવેદન અંગે ફરીથી પૂછ્યું તો પણ એ જ જવાબ ઉમેશ મકવાણાએ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું પરશોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માગુ.

વારંવાર શું કામ ક્ષત્રિયોને જ ટારગેટ કરવામાં આવે છે?

હવે સવાલ એ થઇ રહ્યા છે કે વારંવાર શું કામ ક્ષત્રિયોને જ ટારગેટ કરવામાં આવે છે? જે રજવાડા થકી અખંડ ભારતનું નિર્માણ એ જ ક્ષત્રિયનું સમાજનું અપમાન કેમ?

હવે રસ્તા પર ઉતરીને મહા આંદોલન કરવાની જરુર

ઉમેશ મકવાણાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય આગેવાન રમજુભાએ કહ્યું કે ઉમેશ મકવાણાનો બફાટ ચલાવી નહીં લઇએ. તેમણે કહ્યું કે ઉમેશ મકવાણાનો જોરદાર વિરોધ કરવામાં આવશે. કરણી સેનાના આગેવાન અર્જુનસિંહે પણ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રકારની નિવેદનબાજી અયોગ્ય છે. હવે રસ્તા પર ઉતરીને મહા આંદોલન કરવાની જરુર છે. અમે આ નિવેદનને કડક શબ્દોમાં વખોડીએ છીએ.

આ પણ વાંચો—- ક્ષત્રિયો માટે આટલું ખરાબ બોલવાનું ! જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચો—– કોંગ્રેસ પાર્ટી પર ચૌતરફો પ્રહાર, હવે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ લીધી ઝાટકણી

આ પણ વાંચો—- રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

 

Whatsapp share
facebook twitter