+

Sam Pitroda નું વિચિત્ર નિવેદન, કહ્યું- ‘દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા અને ઉત્તર-પૂર્વના લોકો ચીની જેવા…’

લોકસભા ચૂંટણી 2024 ની વચ્ચે ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડા (Sam Pitroda)એ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે. ભારતની વિવિધતાની ચર્ચા કરતા, તેમણે દક્ષિણ…

લોકસભા ચૂંટણી 2024 ની વચ્ચે ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડા (Sam Pitroda)એ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે. ભારતની વિવિધતાની ચર્ચા કરતા, તેમણે દક્ષિણ ભારતીય લોકોની તુલના આફ્રિકન લોકો સાથે અને ઉત્તર-પૂર્વ ભારતીય લોકોની ચીનના લોકો સાથે કરી છે. પિત્રોડાએ એમ પણ કહ્યું છે કે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે. પિત્રોડાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.

સામ પિત્રોડાએ શું કહ્યું?

સામ પિત્રોડા (Sam Pitroda)એ કહ્યું છે કે ભારત વૈવિધ્યસભર દેશ છે. દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે. પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે. ઉત્તરના લોકો ગોરા જેવા દેખાય છે અને પૂર્વના લોકો ચીની જેવા દેખાય છે. પિત્રોડાએ વધુમાં જણાવ્યું હતું કે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં અમે 70-75 વર્ષથી સાથે રહીએ છીએ.

હિમંતા-કંગના ગુસ્સે થઈ ગયા…

સામ પિત્રોડા (Sam Pitroda)ના આ નિવેદન બાદ ભાજપે તેમના પર જોરદાર પ્રહારો કર્યા છે. આસામના CM હિમંતા વિશ્વ શર્માએ સામ પિત્રોડા (Sam Pitroda)ના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, હું ઉત્તર-પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજવાની સલાહ આપી. સાથે જ ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ પિત્રોડાના નિવેદનને જાતિવાદી ગણાવ્યું છે. આ સિવાય કંગના રનૌતે પણ ગુસ્સામાં કહ્યું કે, પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઈનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવવી જોઈએ.

આ પણ વાંચો : Telangana : ‘કોંગ્રેસ અને INDI ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ પણ ઉડી ગયો…’, વિપક્ષ પર PM મોદીનો ટોણો…

આ પણ વાંચો : MP : EVM અને કર્મચારીઓને લઈને જતી બસમાં લાગી આગ, લોકોએ આ રીતે બચાવ્યો જીવ…

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલું મતદાન? UP માં સૌથી ઓછું મતદાન, બંગાળમાં હિંસા…

Whatsapp share
facebook twitter