BJP : લોકસભાની ચૂંટણી પૂર્વે છેલ્લા ઘણા સમયથી વિવિધ પક્ષોના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ (BJP)માં જોડાઇ રહ્યા છે.આજે કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઘણા નેતાઓ અને ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ (BJP) પ્રમુખ સી.આર.પાટીલે તમામને ભાજપમાં આવકાર્યા હતા.
ભાજપમાં ભરતી મેળો
ગાંધીનગર કોબા કમલમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંગળવારે ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત લેબજી ઠાકોરે પણ વિધિવત રીતે ઘર વાપસી કરી છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સંગીત સાહિત્ય ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો પણ ભાજપમાં જોડાયા હતા. હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને ગીતકાર દેવ પગલી પણ ભાજપમાં જોડાયા છે. માજી સૈનિક મંડળના સભ્યો પૂર્વ આર્મી જવાન પણ ભાજપમાં જોડાયા હતા.
આજે દેશમાં વિકાસનું વાતાવરણ
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આજે દેશમાં વિકાસનું વાતાવરણ છે અને સર્વાગી વિકાસની વ્યાખ્યા શું છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બતાવી છે. તેમણે કહ્યું કે રોડ રસ્તા જ નહિ પરંતુ અન્ય વ્યવસ્થાઓ માટે કામ કર્યા છે અને યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે પ્રયાસ કરાયો છે. તેમણે કહ્યું કે દેશનો વિકાસ કરવો હોય તો માળખું જોઈએ અને આરોગ્ય ક્ષેત્રે અને વ્યવસ્થાઓ આપી છે. 22 નવી એઇમ્સ દેશમાં શરુ થશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી રાજકારણ નહિ પરંતુ રોજ નવો ઇતિહાસ લખે છે. રેલવે નો પ્રવાસ પહેલા દુઃખદ હતો આજે તે રેલવેની કાયા પલટ કરી અને યાત્રા સુખદ કરી છે.
દરેક ક્ષેત્રમાં મોદી સરકારે કામો કર્યા
તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં મોદી સરકારે કામો કર્યા છે. મહિલાઓ માટે 33% આરક્ષણ આપી મહિલાઓ માટે ઇતિહાસ લખ્યો છે. અગાઉ લોકસભા ભવન ગુલામીનું પ્રતીક હતું. આજે નવું ભવન બનાવ્યું છે. રામ મંદિર માટે કહેતા હતા કે તારીખ નહિ બતાયેગે..આવુ કહેનારાને મોદી સરકારે જવાબ આપ્યો. મંદિર પણ બનાવ્યું અને ડંકાની ચોટ પર કરી બતાવ્યું. આજે દેશમાં કોંગ્રેસના 40વર્ષથી રહેતા કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૌને હું વિશ્વાસ આપું છું કે ભાજપ નો એક એક કાર્યકર તમારી સાથે રહશે. આપણે સાથે મળીને રાજ્યનો અને દેશનો વિકાસ કરીએ
આ પણ વાંચો— Vadodara Politics : ઇનામદારના રાજીનામા અંગે સી.આર.પાટીલનું મોટુ નિવેદન
આ પણ વાંચો—- GANDHINAGAR : નખશીખ કોંગ્રેસી જે. બી. પટેલ ભાજપમાં જોડાશે, ઓપરેશન લોટસને મળી મોટી સફળતા
આ પણ વાંચો–– લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર