+

Haryana : લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં મોટો ઉલટફેર, BJP એ JJP ને આપ્યો ઝટકો…

હરિયાણા (Haryana)માં 25 મેના રોજ 10 લોકસભા બેઠકો પર મતદાન પહેલા, જનનાયક જનતા પાર્ટી (JJP) ના રાષ્ટ્રીય સચિવ અશોક શેરવાલ અને પાર્ટીના બે નેતાઓ મંગળવારે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)…

હરિયાણા (Haryana)માં 25 મેના રોજ 10 લોકસભા બેઠકો પર મતદાન પહેલા, જનનાયક જનતા પાર્ટી (JJP) ના રાષ્ટ્રીય સચિવ અશોક શેરવાલ અને પાર્ટીના બે નેતાઓ મંગળવારે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. JJP ના અન્ય બે નેતાઓ જેઓ BJP માં જોડાયા છે તેમાં રાજ્ય સચિવ કુસુમ શેરવાલ અને હરપાલ કંબોજ છે.

હરિયાણા (Haryana)માં JJP તૂટી રહી છે…

JJP ના ત્રણ નેતાઓએ પંચકુલામાં BJP ના કાર્યાલયમાં હરિયાણા (Haryana)ના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીની હાજરીમાં શાસક પક્ષનું સભ્યપદ લીધું. આ પહેલા સોમવારે JJP ના હરિયાણા (Haryana) યુનિટના અધ્યક્ષ નિશાન સિંહ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે તાજેતરમાં જ JJP ના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

CM સૈનીએ ત્રણેય નેતાઓનું સ્વાગત કર્યું હતું…

મુખ્યમંત્રી સૈનીએ BJP માં જોડાનાર ત્રણેય નેતાઓનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, અન્ય ઘણા સંગઠનોના નેતાઓ પણ BJP માં જોડાઈ રહ્યા છે. સૈનીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે કરેલા કાર્યોથી સમાજના તમામ વર્ગો, ખાસ કરીને સમાજના ગરીબ અને નબળા વર્ગોને ફાયદો થયો છે. તેમણે કહ્યું કે, જનતા મોદીને ત્રીજી વખત મોટા જનાદેશ સાથે વડાપ્રધાન બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા CM સૈનીએ કહ્યું કે તેમના શાસનમાં દેશમાં વિકાસ ધીમો પડી ગયો હતો. તેમણે કહ્યું કે દેશની જનતાને વિશ્વાસ છે કે મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચશે. હરિયાણા (Haryana)ની 10 લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે.

આ પણ વાંચો : Bihar માં જમાઈએ સાસુને બનાવી ત્રીજી પત્ની, વાંચો ‘અજબ પ્રેમ કી ગજબ કહાની…’

આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢાને થઇ ગંભીર બિમારી, આંખે અંધાપો આવે તેવી શક્યતા, લંડનમાં ચાલી રહી છે સારવાર

આ પણ વાંચો : Amit Shah Press Conference: કેજરીવાલની હત્યાની સાજિશ પર અમિત શાહે કહ્યું, લેખિતમાં આપો તો…

Whatsapp share
facebook twitter